News of Tuesday, 3rd December 2024
સિવિલ હોસ્પિટલમાં ભગોઃ ૬૨ વર્ષના વૃધ્ધાને ‘ઘરે લઇ જઇ સેવા કરો’ કહેવાયું...પતિ સ્ટ્રેચરમાં નીચે લાવ્યા ત્યારે ખબર પડી કે ગુજરી ગયા છે!
વધુ ઍક ચોકાવનારી ઘટનાઃ વૃધ્ધાને રજા આપી અોપીડીમાંથી દવા લઇ લેવાનું પણ કહેવાયું હતુંઃ પતિઍ બોલાવતાં હલનચલન ન કરતાં મોઢા પર પાણી છાંટ્યું, બેભાન હાલતમાં ઇમર્જન્સી વોર્ડમાં લઇ જતાં મૃત જાહેર કરાયાઃ પોલીસ કેસ જાહેર થતાં તપાસ :કિશોરભાઇ દવેઍ કહ્નાં-પત્નિને પેરેલિસીસ હતું, રાતે છાતીમાં અને વાંસામાં દુઃખાવો થતાં દાખલ કર્યા

રાજકોટ તા. ૩ઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ વધુ ઍક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. ક્યારેક અહિ દર્દીને વોર્ડમાંથી તગેડી મુકવામાં આવે છે, તો ક્યારેક વૃધ્ધ બિમાર દર્દીને સ્ટ્રેચરમાં નાંખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે મુકી દેવામાં આવે છે. વધુ ઍક વખત ભગો સર્જાયો છે. ૬૨ વર્ષના વૃધ્ધાને રાતે છાતીમાં, વાંસામાં દુઃખાવાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. સવારે તેમને સારુ છે, ઘરે લઇ જઇ સેવા કરો...તેમ કહી રજા અપાતાં અને અોપીડીમાંથી દવા પણ લઇ લેવાનું કહેવાતાં આ વૃધ્ધાને તેમના પતિ સ્ટ્રેચરમાં લઇને ઉપરના માળેથી નીચે ઇમર્જન્સી પાસે આવ્યા હતાં. અહિ તેમણે પત્નિને જગાડવા પ્રયાસ કરતાં ન જાગતાં મોઢા પર પાણી છાંટ્યું હતું. આમ છતાં ન જાગતાં ઇમર્જન્સી વોર્ડમાં લઇ જતાં તે મૃત્યુ પામ્યાની ખબર પડતાં તે ચોîકી ગયા હતાં. આ ઘટનામાં તબિબે પોલીસકેસ જાહેર કરતાં તાલુકા પોલીસમાં ઍન્ટ્રી નોîધાવાઇ હતી.
મવડી બાપા સિતારામ ચોક નજીક જસરાજનગર-૧માં અોમ જગદીશ મકાનમાં રહેતાં નયનાબેન કિશોરભાઇ દવે (ઉ.વ.૬૨)ને રાતે ઍકાદ વાગ્યે છાતીમાં અને વાંસામાં દુઃખાવો ઉપડતાં તેમના પતિ કિશોરભાઇ દવેઍ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં મેડિકલ વોર્ડ-૧૧માં દાખલ કરાયા હતાં. સવારે કિશોરભાઇ દવેને તમારા પત્નિને સારુ છે હવે ઘરે જઇ સેવા કરો...કહી દવા લખી દેવાઇ હતી અને અોપીડીમાંથી દવા લઇ લેવા કહેવાયુ હતું. આથી કિશોરભાઇ પત્નિને સ્ટ્રેચરમાં સુવડાવી ઉપરના માળેથી નીચે લાવ્યા હતાં.
કિશોરભાઇના કહેવા મુજબ મેî પત્નિને જગાડવા માટે પ્રયાસ કરતાં અને તેણીને હલબલાવવા છતાં તેણે જવાબ ન દેતાં તે બેભાન થઇ ગયાનું લાગતાં હું સ્ટ્રેચર સાથે તેણીને ઇમર્જન્સી વોર્ડમાં લઇ ગયો હતો. ત્યારે ડોક્ટરે તપાસતાં તેણી મૃત્યુ પામ્યાની ખબર પડી હતી. સવારે મને વોર્ડમાંથી રજા અપાઇ ત્યારે જે તે વોર્ડના ડોક્ટરે આ અંગેની કોઇ જાણ જ કરી નહોતી અને તેને સારુ છે ઘરે જઇ સેવા કરજા ઍવુ કહી રજા આપી હતી. ઉપરથી હું પત્નિને લઇને નીચે ઉતર્યો ત્યાં સુધીમાં તેણી ગુજરી ગયા કે પછી અગાઉથી મૃત્યુ થયું હતું છતાં મને જાણ ન કરાઇ? તે અંગે મને શંકા ઉપજતાં મેî ઇમર્જન્સી વિભાગના ડોક્ટરને જાણ કરતાં તેમણે આ મામલે પોલીસકેસ જાહેર કર્યો હતો.
હોસ્પિટલ પોલીસ ચોકીમાં જાણ થતાં ઍઍસઆઇ રામશીભાઇ વરૂ સહિતે તાલુકા પોલીસમાં ઍન્ટ્રી નોîધાવી હતી. જેમાં સગાને મૃત્યુ અંગે આક્ષેપો હોવાથી પોલીસ કેસ કર્યાનું નોîધાયું હતું. વૃધ્ધ કિશોરભાઇ દવેઍ જણાવ્યું હતું કે મારે કોઇ સંતાન નથી, અગાઉ હું ઇલેક્ટ્રીક કામ કરતો હતો. પણ હવે કામ કરી શકતો ન હોઉ સગા સંબંધીની મદદથી ગુજરાન ચલાવુ છું. મારા પત્નિને ઘણા સમયથી પેરેલિસીસ હતું. ગત રાતે તેણીઍ વાંસા, છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં હું તેને દવાખાને લાવ્યો હતો. સવારે રજા અપાઇ ત્યાં સુધી ડોક્ટરે મને તે મૃત્યુ પામ્યાની જાણ જ નહોતી કરી. ઉલ્ટાનું ઍવુ કહેલુ કે તેમને સારુ છે, ઘરે લઇ જઇ સેવા કરજા ઍમ કહ્નાં હતું. પણ વોર્ડમાંથી નીચે લાવ્યા પછી તે ગુજરી ગયાની મને ખબર પડી હતી. આ ઘટનામાં ખરેખર શું થયું? તેની તપાસ થવી જાઇઍ તેમ વધુમાં કિશોરભાઇઍ જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ બેદરકારીના કિસ્સા સામે આવી ચુક્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થઇ હતી. આ ઘટનામાં કોઇની બેદરકારી છે કે પછી વૃધ્ધાને રજા અપાયા પછી તેમનું મૃત્યુ થયું? તે અંગે સવાલ સર્જાયા છે. પોલીસે નિયમ મુજબ ઍક્સીડેન્ટલ કેસ નોîધી પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. (૧૪.૮)હતાંઃ સવારે ૧૧ નંબરના વોર્ડમાંથી રજા અપાઇ હતીઃ નીચે આવ્યા ત્યારે ખબર પડી કે તેમનામાં જીવ નથીઃ વધુ ઍકવાર કોઇની બેદરકારી કે પછી રજા અપાયા બાદ મૃત્યુ થયું?
(5:58 PM IST)










