તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
કશ્યપને કોઇ ભાડે ફેરવવા રિક્ષા દેતું નહોતું, આથી જુનાગઢના ચંદુભાઇની રિક્ષા ચોરી'તી!
જુનાગઢના પ્રોૈઢ આરામ કરતા હતાં ત્યારે તેની રિક્ષા ચોરી ભાડા પણ કરી લીધા!: થોરાળા પોલીસ મથકના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમની કાર્યવાહીઃ ભરતસિંહ પરમાર અને જયરાજસિંહ કોટીલાની બાતમી

રાજકોટ તા. ૪: શહેરના ભાવનગર રોડ ચુનારાવાડ પાસેથી જુનાગઢના ચંદુભાઇ રામજીભાઇ શેખાની રૂા. ૧ લાખની કિમતની જીજે૦૩બીયુ-૩૫૦૪ નંબરની રિક્ષા ચોરાઇ ગઇ હતી. તેઓ રિક્ષા રિપેર કરાવવા આવ્યા બાદ આરામ કરવા રોકાયા હતાં ત્યારે કોઇ રિક્ષા હંકારી ગયું હતું. આ ગુનાનો ભેદ થોરાળા પોલીસના ડી. સ્ટાફના હેડકોન્સ. ભરતસિંહ પરમાર અને કોન્સ. જયરાજસિંહ કોટીલાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે ગંજીવાડા પીટીસીની દિવાલ નજીકથી કશ્યપ રમણીકભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.૨૫-રહે. હોસ્પિટલ ચોક પૂલ નીચે ફૂટપાથ પર)ને આ ચોરાઉ રિક્ષા સાથે પકડી લીધો છે.
તપાસમાં ખુલ્યા મુજબ કશ્યપ હાલ રાજકોટમાં ફૂટપાથ પર રહી રખડતું જીવન જીવતો હોઇ તેને ભાડેથી ફેરવવા માટે કોઇ રિક્ષા આપતું ન હોઇ જેથી તેણે ચુનારાવાડ નજીક રિક્ષાચાલક આરામ કરતાં હતાં ત્યારે નજીકમાંથી તેની રિક્ષા ઉઠાવી લીધી હતી. આ રિક્ષાથી તેણે અમુક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી. એ દરમિયાન પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ રાજેશભાઇ મેર, હેડકોન્સ. કિશોરભાઇ પરમાર, ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નીનામા, કોન્સ. નિલેષભાઇ ચોહાણ અને જયરાજસિંહ કોટીલાએ આ કામગીરી કરી હતી.
(11:12 AM IST)










