તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
એસઓજીની હેટ્રીકઃ મોરબીથી ગાંજો લઇ રાજકોટ આવી રહેલો જગદીશ રાજસ્થાની પકડાયો, ભાગી ગયેલો સુનિલ પણ સકંજામાં
૩૧મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે માદક પદાર્થોના દૂષણને ડામી દેવા ટીમો સક્રિયઃ બે દિ'માં ત્રણ દરોડા : અગાઉ રાજકોટમાં રહી વેલ્ડીંગ કામ કરી ચુકેલા શખ્સને ૯ કિલો ગાંજા સાથે પકડી લેવાયોઃ તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલવાીન શક્યતાઃ પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ માજીરાણા, એએસઆઇ ખેર અને ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમી : ગઇકાલે એમડી સાથે ઝડપાયેલો વેરાવળનો દિલાવર સુમરા ઉનાના મુંજાવર પાસેથી ડ્રગ્સ લાવ્યો હતોઃ રાજકોટ મહિલાને આપવાનો હતોઃ એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. જીજ્ઞેશ અમરેલીયાની બાતમીથી થઇ હતી કામગીરી

રાજકોટ તા. ૪: શહેરમાં નશાની આદત ધરાવતાં લોકો દારૂની સાથે સાથે હવે માદક પદાર્થના નશાના રવાડે પણ ચડયા છે. આગામી ૩૧મી ડિસેમ્બર પર માદક પદાર્થની હેરાફેરી ન થાય તે માટે એસઓજીની ટીમ અત્યારથી જ સક્રિય બની છે. બે દિવસમાં માદક પદાર્થના ત્રણ કેસ કર્યા છે. પહેલા જ્યુબીલી બાગ પાસેથી દેવીપૂજક શખ્સને ગાંજા સાથે પકડયા પછી તેની સાથેના શખ્સને પણ દબોચ્યો હતો. બીજા દિવસે બપોર બાદ એમડી ડ્રગ્સ સાથે વેરાવળના શખ્સને પકડી લઇ ગત રાતે રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદળ પાસેથી વધુ એક શખ્સને ગાંજા સાથે દબોચ્યો છે. મોરબીમાં લક્ષ્મીનગર કંડલા હાઇવે પર રહેતાં મુળ રાજસ્થાન ભાલીસર ગામના જગદીશ કેસરીમલ બિશ્નોઇ (ઉ.વ.૨૫)ને રૂા. ૯૧,૪૩૦ના ૯.૧૪૩ કિ.ગ્રા. ગાંજા સાથે પકડી લઇ બાઇક જીજે૩૬સી-૬૯૬૫ અને મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે. તેની સાથેનો રાજસ્થાની સુનિલ ઉર્ફ સોનુ ભાગી ગયો હતો તેને પણ સકંજામાં લઇ વધુ તપાસ માટે કુવાડવા પોલીસને સોંપ્યો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી જગદીશને મોરબીથી ગાંજાનો જથ્થો રાજકોટ શહેરમાં ઘુસાડે એ પહેલા ગવરીદળ પાસેથી પકડી લેવાયો હતો. આ શખ્સના મોબાઇલ ફોનમાં એમડી, દારૂના જથ્થા સાથેના ફોટાઓ હોય તેની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલવાની વકી છે. તે અગાઉ રાજકોટ રહી વેલ્ડીંગ કામ કરતો હતો. હાલ મોરબી રહે છે. પોલીસે પકડયો ત્યારે સાથેનો સુનિલ ઉર્ફ સુનો ભાગી ગયો હતો. મોડી રાતે તેને પણ હાથવગો કરી લેવાયો હતો. બંનેની વધુ તપાસ કુવાડવા પોલીસ કરશે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે બપોર બાદ એસઓજીના એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયાની બાતમી પરથી માધાપર ચોકડીથી અયોધ્યા ચોક જવાના રસ્તે શ્રીજી પોઇન્ટ દૂકાન નજીકથી વેરાવળ સોમનાથ ગોવિંદપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં દિલાવર મહમદભાઇ સુમરા (ઉ.૪૩)ને રૂા. ૨,૧૦,૦૦૦ના ૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયો હતો. તેની પાસેથી જીજે૩૨બી-૯૦૯૧ નંબરની સ્વીફટ કાર, રોકડા રૂા. ૧૦૦૦, મોબાઇલ ફોન મળી ૭,૨૧,૦૦૦નો મુદ્દામલ કબ્જે કરાયો હતો. ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ માટે તેને ત્યાં સોંપાયો હતો. પ્રાથમિક પુછતાછમાં દિવાવરે પોતે ઉનાના મુંજાવર પાસેથી આ ડ્રગ્સ લાવ્યાનું અને રાજકોટ પોતાની પરિચીત મહિલાને આપવા આવ્યાનું રટણ કર્યુ હતું. જો કે તેની આ કબુલાતમાં કેટલુ સત્ય છે? તે જાણવા પોલીસ વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવશે.
શહેરમાંથી ડ્રગ્સનું દૂષણ ડામવા એસઓજીની ટીમ સક્રિય બની હોઇ તેના પરિણામે બે દિવસમાં જ ત્રણ આવા કેસ શોધી કાઢયા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ આર. જે. કામળીયા, પીએસઆઇ એમ. બી. મજીરાણા, પીએસઆઇ એન. વી. હરિયાણી, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, વિરેન્દ્રસિંહ ઝાલા, સમીરભાઇ શેખ, ડી. બી. ખેર, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, અરૂણભાઇ બાંભણીયા, યુવરાજસિંહ, અજયભાઇ ચોૈહાણ, મુકેશભાઇ ડાંગર, વિરદેવસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, રવિભાઇ ધગલ અમિતભાઇ ટુંડીયાહેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, દિગુભા ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, મુકેશભાઇ ડાંગર, , ડ્રા. કૃષ્ણસિંહ, શ્યામભાઇ સહિતે આ કામગીરીઓ કરી હતી. પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું.
(11:13 AM IST)










