<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

કચ્‍છથી રાજકોટ ભત્રીજીના લગ્નમાં આવેલા દિલીપભાઇનું હૃદયરોગના હુમલાથી મોત

સામા કાંઠે ગઢીયાનગરમાં સસરાના ઘરે ઢળી પડયા બાદ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ ચોહાણ પરિવારમાં ગમગીનીઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાની ઘટનાઓ યથાવત રહી છે. કચ્‍છથી રાજકોટ સાળાની દિકરીના લગ્ન પ્રસંગમાં આવેલા આધેડનું જાનની વિદાય બાદ રાતે સસરાના ઘરે ઢળી પડતાં બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

કચ્‍છના મેઘપરમાં રહેતાં દિલીપભાઇ દામજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫) રાતે સાડા નવેક વાગ્‍યે રાજકોટ સંત કબીર રોડ પર ગઢીયાનગરમાં સસરા મહાદેવભાઇ સોલંકીના ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

દિલીપભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેઓ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. દિલીપભાઇના સાળાના દિકરીના લગ્ન હોઇ ગઇકાલે જાન આવી હતી. જાન વિદાય બાદ બધા વાળુ કરીને બેઠા હતાં ત્‍યારે એકાએક દિલીપભાઇને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:15 AM IST)