<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીનો જન્‍મદિવસઃપ૪માં વર્ષમાં પ્રવેશ

બે લાખથી વધુ પેઇજ બનાવવાનો શ્રેય મેળવનાર

રાજકોટઃ આજે તા.૪/૧ર ના બુધવાર શહેર ભાજપના પૂર્વ અધ્‍યક્ષ કમલેશ મિરાણીનો જન્‍મદિવસ છે. તેઓ સતત ત્રણ ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ નગરસેવકની જવાબદારી સંભાળેલ. ખુબ નાની ઉમરે સામાજીક કાર્યકર તરીકે કારકિર્દી શરૂઆત સાથે રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્‍સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણ એક દાર્શનીક ભુમિક નિભાવે છે.

લગભગ ૩ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે સક્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલા કમલેશભાઇ રામ જન્‍મભુમી આંદોલનમાં પણ બે વખત ‘કારસેવક' તરીકે જોડાયા હતાં. તેઓનો ખુબ જ નાની ઉમરે રાજકીય કારકિર્દીની શરૂઆત સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી વહન કરેલ છે. ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્‍યારબાદ પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્‍યાન યુવાનોના એક આદર્શ નેતા તરીકે પ્રસ્‍થાપિત થયા ત્‍યારબાદ શહેર ભાજપના મંત્રી મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ સતત બે ટર્મ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલ હતી.

કોર્પોરેશનમાં સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન તથા સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન તેમજ એસ.ટી.બોર્ડ અને કેન્‍દ્રની ટેલીફોન એડવાઇઝરી કમિટીના સભ્‍ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહયો છે. રૈયા નગરપાલીકાથી રાજકોટ મહાનગરપાલીકાની એમની સફર એક જવાબદાર અને કર્મનિષ્‍ઠ રાજકારણી અને સમાજસેવકની રહી છે.

આટલી લાંબી રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્‍યાન અને પોતાના સ્‍વભાવના પ્રેરક પ્રયાસથી અસંખ્‍ય યુવાનોના આદર્શ બની, માર્ગદર્શક બની તેમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડયા છે. વિવિધ ચુંટણી દરમયાન મધ્‍યપ્રદેશમાં આસ્‍ટા વિધાનસભામાં ઇન્‍ચાર્જ તરીકે, પંજાબ ખાતે જલંધર વેસ્‍ટ વિધાનસભામાં ઇન્‍ચાર્જ તરીકે, કચ્‍છ લોકસભામાં ઇન્‍ચાર્જ તરીકે તેમજ સૌરાષ્‍ટ્ર ઝોન, અયોધ્‍યા દર્શન કમિટીના ઇન્‍ચાર્જ તરીકે, સદસ્‍યતા અભિયાન-ર૦ર૪માં ભાવનગર જીલ્લાના ચુંટણી અધિકારી તરીકે જવાબદારીનું વહન કરી રહયા છે.

રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા બે લાખથી વધુ પેજપ્રમુખ બનાવવાનું શ્રેય શહેર ભાજપને જાય છે તેમજ શહેર ભાજપના પ્રમુખ તરીકે સતત સાત વર્ષમાં અનેકાએક કાર્યક્રમોની હારમાળા સર્જી શહેરના સંગઠનની એક અનોખી છાપ ઉભી કરી શહેરનું ગૌરવ વધાર્યુ હતું.શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણીને તેમના જન્‍મદિવસે મો.૯૭૧૪૭૦૭૧૧૩ પર ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્‍છકો, મીત્રો, પરિવારજનો તરફથી જીવન યશસ્‍વી અને મંગલમય બની રહે તેવી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:53 AM IST)