તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
રાજકોટના ૧૧ લાખ સહિત રાજયના ૩૭ લાખ રાશનકાર્ડ ધારકો તુવેરવાળ-ચણાથી વંચિત રહેશેઃ માત્ર પ૦% ફાળવણી
દુકાનદારો-કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણનો ભયઃ તાકિદે નિવેડો લાવવા દુકાનદાર એસો.ની માંગણી

રાજકોટ તા. ૪ :.. રાજ્યની ૧૭૦૦૦ સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર ૨૦૨૪ નાં મહિના માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફત ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેરદાળ અને ચણાની ફક્ત ૫૦્રુ જ ફાળવણી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાત રાજ્યના ૭૫ લાખ ૨૬ હજાર ૧૨૩ રાશનકાર્ડ ધારકો માંથી અડધો અડધ રાશનકાર્ડ ધારકો તુવેરદાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે અને આ ફક્ત ડિસેમ્બર ૨૦૨૪ ના માસ માટે જ નથી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે કોઈક મહિનો તુવેરદાળ તો કોઈક મહિનો ખાંડ તો કોઈક મહિનો ચણા જેવી વિવિધ જણસીઓથી રાશનકાર્ડ ધારકો ને વંચિત રહેવું પડે છે દર પેહલી તારીખે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર જણસીઓની જાહેરાત સોસ્યલ મીડિયા તેમજ વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ કરતી હોય છે.
પરંતુ એ મુજબનો જથ્થો રાજ્ય સરકારના પુરવઠા ગોડાઉન, સસ્તા અનાજની દુકાને, કે આ વિવિધ જણસીઓના સપ્લાયરો પાસે પણ હોતી નથી. પરિણામે આવી જાહેરાતો વાંચીને રાશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન ખાતે ઘસારો કરીને વિવિધ જણસીઓની માંગણી કરતા હોય છે સસ્તા અનાજની દુકાન ખાતે અપુરતા જથ્થાની ફાળવણી થયેલ હોવાના કારણે સસ્તા અનાજના દુકાનદારો આ રાશનકાર્ડ ધારકોની માંગણી સંતોષી શકતા નથી અને કેટલાક ગ્રાહકોની તીવ્ર માંગણીઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ થાય છે પરિણામે સસ્તા અનાજના દુકાનદારોની ખૂબ જ ખરાબ વલે થાય છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજન વગર સોશિયલ મીડિયા ની એપ્લિકેશનો અને વિવિધ અખબારો દ્વારા કરવામાં આવતી જાહેરાતોના કારણે આવી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે તુવેર દાળ, ચણા અને કયારેક ખાંડ જેવી વિવિધ જણસીઓને કોઈ મહિના માટે ૫૦્રુ ફાળવણી કરવામાં આવે છે ત્યારે વિતરણના કોઈ ધારા ધોરણો નક્કી કરવામાં આવતા નથી હોતા પરિણામે દુકાનદારો દ્વારા વહેલા તે પહેલા ના ધોરણે આવી જણસીઓનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વિવિધ જણસીઓથી વંચિત રહેલા ગ્રાહકોના રોષનો ભોગ સસ્તા અનાજના દુકાનદારો બને છે. રાશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના દુકાનદારોની મુશ્કેલીઓને સમજી સરકાર શ્રી આ બાબતને તત્કાલ ધ્યાને લઇ પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવે તેવી રજૂઆત રાજકોટ શહેર ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.
(12:04 PM IST)










