News of Wednesday, 4th December 2024
બંગાળી કારીગરે ૧૭.૫૦ લાખનું સોનુ ચોર્યુઃ સકંજામાં
પ્રહલાદ રોડના ધાનક હાઉસ જીકેડી જ્વેલ્સ પ્રા.લિ. નામના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં બનાવ : ૧૦ ઓરડીઓ-પાંચ ગેરેજ-૧ શોરૂમ - પાનની દુકાન બધું તોડી પડાયું: ફેન્સીંગ કરી લેવા કલેકટરના આદેશો : ગિરીશભાઇ ધાનકની ફરિયાદ પરથી બંગાળી કારીગર સાગોરહુશેન મીનરલ એસકે સામે ગુનોઃ પોતાને તથા બીજા કારીગરોને દાગીના બનાવવા સોનુ અપાય તેમાંથી થોડુ થોડુ બઠ્ઠાવી લેતો હતોઃ હિસાબમાં અઢી ગ્રામની ઘટ જણાતાં શેઠને વાત કરીઃ સીસીટીવી ફૂટજેમાં ભાંડો ફુટયોઃ એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ ડાંગી અને ટીમે તપાસ આદરી

જેની સામે ગુનો નોંધાયો છે તે સાગોરહુશને મીનરલ એસકે બંગાળી
રાજકોટ તા. ૪: પ્રહલાદ રોડ પર આવેલા ધાનક હાઉસ જીકેડી જ્વેલ્સ નામના સોનાના દાગીના બનાવતાં કારખાનામાં દોઢેક વર્ષથી દાગીનાને પોલીશ કરવાનું કામ કરતાં બંગાળી કારીગરે પોતાને તથા બીજા કારીગરોને દાગીના બનાવવા માટે અપાતાં સોનામાંથી બે મહિના દરમિયાન કટકે કટકે રૂા. ૧૭,૫૦,૦૦૦નું ૨૪૦ ગ્રામ સોનુ ચોરી લેતાં એ-ડિવીઝન પોલીસમાં જાણ કરવામાં આવતાં ગુનો દાખલ કરી બંગાળી કારીગરને પુછતાછ માટે ઉઠાવી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. એક બંગાળી કારીગરે દાગીનાની તપાસ કરતાં તેમાં અઢી ગ્રામની ઘટ હોઇ શેઠને જાણ કરતાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં આ કારીગર બીજા એક કારગરના વાટકમાંથી સોનુ ચોરતો દેખાયો હતો.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ડો. યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિર પાછળ જાગનાથ પ્લોટ-૧૨માં શીવપેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતાં અને પ્રહલાદ રોડ પર ગરબી ચોકમાં ધાનક હાઉસ જીકેડી જ્વેલ્સ પ્રા.લિ. નામનું સોનાના દાગીના બનાવવાનું કારખાનુ ચલાવતાં નિરજભાઇ ગીરીશભાઇ ધાનક (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી મુળ વેસ્ટ બંગાળના વતની હાલ રામનાથપરા-૫માં રહેતાં સાગોરહુશેન મીનરલ એસકે નામના શખ્સ વિરૂધ્ધ બીએનએસની કલમ ૩૦૬ મુજબ તે નિરજભાઇના કારખાનેથી દાગીના બનાવવા રૂા. ૧૭,૫૦,૦૦૦નું ૨૪૦ ગ્રામ સોનુ લઇ ગયો હોઇ તે દાગીના બનાવી પાછા ન આપી ચોરી કરી જવાનો ગુનો નોંધ્યો છે.
નિરજભાઇ ધાનકે જણાવ્યું છ ે કે મારા કારખાનામાં ૪૦ જેટલા કારીગરો દાગીના બનાવવાનું કામ કરે છે. જેમાં છેલ્લા દોઢેક વર્ષથી વેસ્ટ બંગાલનો સાગોરહુશેન મીનરલ એસકે નામનો કારીગર કામ કરે છે, જે હાલ રામનાથપરામાં રહે છે તે દાગીનાને પોલીશ કરવાનું કામ કરતો હતો. ગત ૪/૧૦/૨૪થી તા. ૨/૧૨/૨૪ સુધીના સમયમાં મેં કારખાનામાં કામ કરતાં પૈકીના નવેક જેટલા બંગાળી કારીગરોને અલગ અલગ સોનાના દાગીના બનાવવા માટે સોનુ આપ્યું હતું. જેમાં એસકે મહીદુલને ૩૫૪૦ે૮૬૮ ગ્રામ, શબ્બીરહુશેનને ૧૨૧૦.૪૪૦ ગ્રામ, એસકે. તોૈફિકને ૧૭૦૧.૩૩૪૦ ગ્રામ, એસકે જામીરઅલીને ૧૬૬૬.૦૮૦ ગ્રામ, સાગોરહુશેનને ૨૬૪૦ે૦૫૦ ગ્રામ, શેખ હસુમુદ્દીનને ૧૪૫૭.૧૧૦ ગ્રામ, યુસુફઅલીને ૧૮૩૭.૪૬૦ ગ્રામ, અરૂણને ૮૫૨.૭૯૦ ગ્રામ અને સંદિપને ૪૬૦.૪૩૦ ગ્રામ જેટલુ સોનુ અલગ અલગ ઘાટના દાગીના બનાવવા માટે આપ્યું હતું.
બધાએ પોતપોતાનું કામ ચાલુ કર્યુ હતું. એ દરમિયાન ૧/૧૨ના સવારે સાડા અગિયારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે અમારા કારીગર દિપક બંગાળીએ ફોન કરી કહેલુ કે યુસુફઅલીને આપણે દાગીના બનાવવા જે સોનુ આપ્યું હતું તેમાંથી એક નંગ આશરી અઢી ગ્રામ રૂા. ૨૦૦૦૦ની ઘટ છે, તે કોઇએ ચોરી કર્યુ લાગે છે. આ વાત સાંભળી મેં કારખાને પહોંચી તા. ૧/૧૨/૨૪ના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં તેમાં બંગાળી કારીગર સાગોરહુશેન મીનરલ એસકે જે યુસુફઅલીના વાટકામં રાખેલા સોનાની ચોરી કરતો જોવા મળ્યો હતો.
ત્યારબાદ મેં સાગોરહુશેન મીનરલ એસકેને મારી ઓફિસમાં બોલાવી પુછતાછ કરતાં સોગરે કહેલુ કે છેલ્લા બે માસથી હું થોડુ થોડુ સોનુ ચોરી કરતો હતો. આ સોનુ મને અપાતા સોનામાંથી અને બીજા કારીગરોને દાગીના બનાવવા અપાતા સોનામાંથી હું ચોરી લેતો હતો. અમે હિસાબ કરતાં સાગોરહુશેને કુલ રૂા. ૧૭,૫૦,૦૦૦નું ૨૪૦ ગ્રામ સોનુ ચોરીલીધાનું જણાયું હતું. આથી તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
(3:12 PM IST)










