તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
રાજકોટ-કુવાડવા વચ્ચેનો સીકસ લેન રોડ તાકિદે પૂરો કરોઃ શીવસેનાનું આવેદન

રાજકોટ તા. ૪: શીવસેનાના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી રાજકોટથી કુવાડવા વચ્ચેના સીકસ લેન રોડને તાત્કાલીક પુરો કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ અમદાવાદ સીકસ લેન રોડ પ્રોજેકટ અંતર્ગત ગોકળગાય ગતીએ ચાલતા આ પ્રોજેકટ જનતા માટે ત્રાસદાયી બન્યો છે. અને અધુરામાં પુરૂં રાજકોટ શહેરના પ્રવેશદ્વારા સમા રાજકોટથી કુવાડવા રોડ વર્ષોથી અધુરો છે. આમ આ પ્રોજેકટનું ‘સોનાની થાળીમાં લોઢાની મેખ' સમાન પરિસ્થિતિ નિર્માણ થઇ છે.
તંત્ર દ્વારા જનતા પાસેથી લાખો કરોડોના ટેક્ષ/ટોલટેક્ષના ઉઘરાવવા છતાં પણ જનતાની મળવાપાત્રના હક અને તેના મુળભુત અધિકારોથી વંચિત રહેવું પડતું હોય તે ભારે દુઃખની વાત છે.
શિવસેનાના જિલ્લા પ્રમુખ ચંદુભાઇ પાટડિયા જણાવ્યું હતું કે આ ખુટતો રોડ સત્વરે પુરો કરી જનહીતનું કાર્ય કરશો અન્યથા જન આંદોલનના મંડાણ થશે જેની નોંધ લેશો. (૭.૩પ)
(2:39 PM IST)










