News of Wednesday, 4th December 2024
સીવીલ હોસ્પીટલમાં ભ્રષ્ટાચારથી ખદબદતા મેડીકલ સ્ટોરમાં સંચાલકની મોનોપોલી નફાખોરી પોષી રહી છે
ગરીબ દર્દીઓને રાહત દરે દવા મળી રહે તે માટે વર્ષોથી એક હથ્થુ કોન્ટ્રેકટ રદ કરી નવા ટેન્ડરો મંગાવવાની લાખાણી-રાવલની માંગણી :સીવીલ હોસ્પીટલની અંદર એક જ મેડીકલ સ્ટોર્સ હોવાની સ્પષ્ટ નિતી હોવા છતા બીજો ખાનગી મેડીકલ સ્ટોર્સ ઉભો કરી ગરીબ દર્દીઓના ખીસ્સા ખંખેરાય છે રાહત દરથી ચાલતા મેડીકલ સ્ટોરમાં સારૂ એવુ ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે હોસ્પીટલમાં ચાલતા મેડીકલ સ્ટોરમાં નામ પૂરતું જ ડીસ્કાઉન્ટ આપી ઉઘાડી લુટ ચલાવાઈ રહી છે

રાજકોટ, તા., ૪: શહેરની સરકારી હોસ્પીટલમાં ચાલતા મેડીકલ સ્ટોરનો કોન્ટ્રેકટ ર૦૦૯ માં પુર્ણ થઇ ગયો હોવા છતાં મનસુફીથી મૌખીક સુચના મુજબ રીન્યુ કરી દેવાતો હોવાથી સંચાલકની મોનોપોલી પ્રવર્તી રહી છે. જેને લઇને ગરીબ દર્દીઓ લુંટાઇ રહયા છે અને નફાખોરીને પોષણ મળી રહયાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી સંજય લાખાણી અને કૃષ્ણદત રાવલે કર્યો છે.
સંબંધીત વિભાગો પાસેથી આરટીઆઇ એકટ હેઠળ માંગવામાં આવેલી માહીતીને આધારે આ રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ગરીબો માટે સીવીલ હોસ્પીટલ એક આશાનું કીરણ હોય છે ત્યા ભ્રષ્ટાચાર કે નફાખોરીને કોઈ સ્થાન ન હોવુ જોઇએ. એટલુ જ નહી મોનોપોલી પણ ના હોવી જોઇએ. સીવીલ હોસ્પીટલમાં મેડીકલ સ્ટોર ચાલે છે તેમાં ભ્રષ્ટાચારની બદબુ આવે છે અને રાજકીય પીઠ્ઠબળ ધરાવતા કથીરીયાની મોનોપોલી ચાલી રહી છે. જ્યા મોનોપોલી હોય ત્યાં નફાખોરી હોય તે સ્વાભાવિક છે.
રાહત દરથી ચાલતા મેડીકલ સ્ટોરમાં ખૂબ જ ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે હોસ્પીટલમાં ચાલતા મેડીકલ સ્ટોરમાં નામ પૂરતું જ ડીસ્કાઉન્ટ આપી ઉઘાડી લુટ ચલાવાઇ રહી છે.
સીવીલ હોસ્પીટલમાં આજથી ૧૮ વર્ષ પહેલા દર્દીને સગવડતાના નામે સુવિધા મેડીકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યો. એક જ વાર ટેન્ડર ઙ્કક્રિયા થઇ. આ ટેન્ડર ઙ્કક્રિયામાં અધિક્ષક પિડીયુ હોસ્પીટલે માત્ર ૩ વર્ષ માટે આ કોન્ટ્રાકટ કરેલો. કોન્ટ્રાકટમાં સીવીલ હોસ્પીટલમાં જે દવાઓ ના મળે તે દવાઓ સુવિધા મેડિકલ સ્ટોરે સીવીલ હોસ્પીટલને ક્રેડીટ પર સપ્લાઈ કરવાની રહેતી હતી.
આ સ્ટોરમાં સીવીલ હોસ્પીટલમાં ઉપલબ્ધ દવાઓ પણ રાખીને નફાથી વહેંચવામાં આવે છે. આ કોન્ટ્રાકટ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી ડો.વલ્લભભાઈ કથીરીયાના ભાઈ છગનભાઈ કથીરીયાની લાઈફલાઈન ઓગ્રેના ઇન્ફોર્મેશન આપવામાં આવેલ. આ કોન્ટ્રાકટ તા.૨૪/૦૪/૨૦૦૯ ના રોજ પૂરો થઇ ગયેલો. આヘુર્યકારક રીતે રોગી કલ્યાણ સમીતી અને ગુજરાત સરકારના અધિકારીઓનો ટેન્ડર કર્યા વગર આજદિન સુધી માત્ર મૌખીક સૂચનાના આધારે આ મેડીકલ સ્ટોર્સ ચાલુ રાખવા દીધેલ છે.
વારંવારની રજુઆતો સંજયભાઈ લાખાણી તથા કળષ્ણદત રાવલે કર્યા હોવા છતા યોગ્ય જવાબ ન હળતા આરટીઆઈ ના કાયદામાં વિગતો માંગતા આ કૌભાંડનો પર્દાફાસ કર્યો છે.
કોના દબાણની નીચે સરકાર તથા રોગી કલ્યાણ સમીતીએ તમામ નિયમો નીચે મુકી માત્ર મૌખીક સુચનાના આધારે છેલ્લા ૮ વર્ષથી છગનભાઈ કથીરીયાનું હીત જળવાઈ તે રીતે આ સ્ટોર્સ ચાલુ રાખવા દિધો છે તે મારો પ્રશ્ન છે?
અખબારોમાં વારંવાર વાત આવે છે કે સીવીલ હોસ્પીટલમાં દવાઓ મળતી હોવા છતા ડોકટરો દર્દીને બહારથી દવાઓ લખી આપે છે. આને લીધે ગરીબ દર્દીઓ લુંટાઇ છે અને કમીશન ખોરોના પેટ ભરાઈ છે. આ કાંડમાં સુવિધા મેડીકલ સ્ટોર પણ સહભાગી બન્યો છે. આ સંજયભાઈ લાખાણી તથા કળષ્ણદત રાવલે વારંવાર રજુઆત કર્યા બાદ ગુજરાત સરકારે મૌખીક રીતે ટૂંક સમયમાં ટેન્ડર થશે તેવી રીતનો જવાબ લાંબા સમયથી આપી રહે છે.
સીવીલ હોસ્પીટલની અંદર એકજ મેડીકલ સ્ટોર્સ હોવાની સ્પષ્ટ નિતી હોવા છતા બીજો ખાનગી મેડીકલ સ્ટોર્સ ઉભો કરી ગરીબ દર્દીઓના ખીસ્સા ખંખેરાય છે.
અમારી માંગણી છે કે, આટલા લાંબા ગાળાની મેડીકલ સ્ટોર્સ ચાલુ રખાતા કયા અધિકારીની જવાબદારી છે તથા તેની સામે શિક્ષાત્મક પગલા લેવા તથા ઉપરાંત સુવિધા મેડીકલ સ્ટોરમાં લાંબાગાળાથી વેચાતી દવાઓ તે સીવીલ હોસ્પીટલના સ્ટોર્સમાં હતી કે નહી તેવી તપાસ વર્ષ વાઇઝ કરાવવી જોઈએ. અમારી વધારાની માંગણી છે કે તે મેડીકલ સ્ટોર્સમાં કેટલા ફાર્માસીસને ડયુટી આપી તે બાબતની પૂર્ણ તપાસ કરવામાં આવે. સત્તાધીશોને રાઉન્ડ ધ કલોક ફાર્માસીસ રહે છે કે નહી તેમ પૂંછતા અમારામાં નથી આવતુ તેવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે.
ઉપરની વિગતે સીવીલ હોસ્પીટલમાં ટેન્ડર વગેરે ગેરકાયદેસર રીતે મેડીકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી સંજયભાઈ લાખાણી તથા કળષ્ણદતભાઇ રાવલે માંગણી કરેલ છે. (૪.૩૧)
(2:58 PM IST)










