<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જંત્રી વધારો અસહ્ય : વાંધા સુચનો માટે વધુ સમય આપો

રીયલ એસ્‍ટેટ એજેન્‍ટસ એસોસીએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રતઃ વાંધા સુચનો માટે ઓનલાઇન પ્રક્રિયા અળવિતરી : ઓફલાઇન પણ સાંભળો

રાજકોટ તા. ૪ : હાલમાં જાહેર કરવામાં આવેલ જંત્રી વધારો તોતીંગ અને અસહ્ય હોવા અંગે રીયલ એસ્‍ટેટ એજન્‍ટસ એસોસીએશન ઓફ રાજકોટ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્‍યુ છે કે મુદાસર જંત્રી ૨૦૨૪ ની વાંધા સુચનની ઓનલાઇન પ્રક્રિયા લાંબી લચક અને ખુબ આકરી છે. ખરેખર તો ઓફલાઇન સાંભળવાની તક પણ આપવી જોઇએ. ઉપરાંત વાંધા સુચનો રજુ કરવા જે મુદત છે તે લંબાવવી જરૂરી છે.

રીયલ એસ્‍ટેટ એ માત્ર બિલ્‍ડર કે બ્રોકર સુધી મર્યાદિત નથી, પરંતુ રિયલ એસ્‍ટેટ એ એક આખું સેકટર છે. જેની સાથે ૧૫૦ થી ૨૦૦ વ્‍યવસાયો સંકળાયેલા છે. જેમાં બિલ્‍ડીંગ મટીરીયલ્‍સ, સિમેન્‍ટ, પલાસ્‍ટીક સિરામિક, ફેબ્રીકેશન, ઇલેકટ્રીક, કોન્‍ટ્રાકટર, લેબર સહીત પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે.

આવી સ્‍થિતિમાં આ જંત્રી દર અસહ્ય અને તોતીંગ જણાય રહ્યો હોય ક્ષતિઓ દુર કરી જંત્રી દર હળવો કરવો જોઇએ. નહીંતો આ અસહ્ય જંત્રી દર દરેક ક્ષેત્રને અસર કરી શકે છે.

ઉપરાંત વાંધા સુચનો માટેની મુદત જે તા. ૨૦-૧૨-૨૦૨૪ છે તે ખુબ ટુંકો ગાળો છે. આ મુદત લંબાવી તા. ૩૧-૩-૨૦૨૫ કરી આપવા આ રજુઆત દરમિયાન માંગણી કરવામાં આવી હતી. રેરાના રાજકોટના પ્રમુખ નિલેશ સુરાણીની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, જિલ્લા એડીશનલ કલેકટર (શહેર), ડે. કલેકટર (ગ્રામ્‍ય સ્‍ટેમ્‍પ ડયુટી અને મુલ્‍યાંકન કચેરી)ને લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (

(2:59 PM IST)