<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટ આંગણે પ્રથમવાર ‘પંચમ તંત્ર' સંગીત કાર્યક્રમ

આર.ડી. બર્મનનો દ્રશ્‍યાંકન સાથેનો સંગીત ચાહકો પોતાની પ્રવેશ ટિકિટ વિનામૂલ્‍યે મેળવી લ્‍યે : રાજ રાજાણી - દિનેશ વિરાણીનું આયોજન

રાજકોટ, તા. ૪ : મહાન સંગીતકારની વિવિધ સંગીતની કરામત સાથે તેના જીવનની જાણી અજાણી વાતોની સફર શનિવારે સાંજે મીની હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે સાંજે યોજાશે.

સમગ્ર ગુજરાતમાં રાજકોટ આંગણે પ્રથમવાર દેશના મહાન સંગીતકાર પંચમદાની સંગીત સફરનો કાર્યક્રમ આર.આર. ઇવેન્‍ટ્‍સ અને ઉત્‍સવ ગ્રુપ દ્વારા શનિવારે તા. ૭એ સાંજે ૭.૩૦ વાગે હેમુ ગઢવીના મીની ઓડિટોરિયમમાં રાખેલ છે આ કાર્યક્રમ વિનામૂલ્‍ય છે. જેમાં બેઠક વ્‍યવસ્‍થા બે રો છોડીને વહેલા તે પહેલાના ધોરણે અપાશે.

આર.ડી.બર્મન પંચમદા ના પંચમ તંત્ર કાર્યક્રમમાં તેની વિવિધ સંગીત કરામત સાથે તેના સંગીતને દેશ-વિદેશમાં ધૂમ મચાવીને જે અનેક અખતરા કર્યા અને તેના જીવનની ઘણી જાણી અજાણી વાતો મુંબઈના મ્‍યુઝિક ડિરેક્‍ટર માધવ વિજય રજૂ કરશે આ કાર્યક્રમ મ્‍યુઝિકલ નાઈટ નથી પણ પંચમદાની જીવન જમર સાથે સંગીત સફરનું એલઈડી ઉપર દ્રશ્‍યાંકન સાથેની સુંદર રજૂઆત દર્શાવાશે.

સમગ્ર આયોજન આર.આર. ઈવેન્‍ટ્‍સના રાજ રાજાણી (મો.૮૫૩૦૦ ૩૪૫૯૪)  અને ઉત્‍સવ ગ્રુપના દિનેશ વિરાણી સંભાળી રહ્યા છે. રસ ધરાવતા સંગીત ચાહકો પોતાની પ્રવેશ ટિકિટ વિનામૂલ્‍યે મેળવવા ઉત્‍સવ ગળપ, ૧૦૨-વર્ધમાન ટ્રેડ સેન્‍ટર, ફૂલછાબ ચોક, રાજકોટ ખાતેથી સવારે ૧૦થી ૧ અને સાંજે ૫ થી ૮ વચ્‍ચેથી મેળવી લેવા. આ કાર્યક્રમ પંચમદાની સંગીત યાત્રા સાથેની રોચકવાતો છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ પડશે.

રંગીલા રાજકોટના સંગીત ચાહકો અને જુના ગીતોના ચાહકો માટે આ આયોજન થતું હોય તમામ સંગીત પ્રેમીઓ ઉત્‍સાહભેર જોડાય તેવો આર.આર. ઇવેન્‍ટ્‍સ અને ઉત્‍સવ ગ્રુપ દ્વારા સંગીતના સાત સુરો સાથેનું સરગમી આમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમની વિશેષ વિગત માટે દિનેશ વિરાણી, મો. ૯૯૦૪૦૯૩૦૩૯ ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે.

(3:02 PM IST)