News of Wednesday, 4th December 2024
રાજકોટમાં જાન્યુઆરીમાં રઘુવંશી સમાજનો પરિચય મેળો
૪પ૦ થી વધુ ઉમેદવારો ભાગ લેશે, દીકરીઓ માટે ફ્રી નિઃશુલ્ક : બૂકલેટ પણ અપાશેઃ જય રઘુવીર વેવીશાળ માહિતી કેન્દ્ર પરિવાર દ્વારા આયોજન

રાજકોટઃ જયરઘુવીર વેવીશાળ માહિતીકેન્દ્ર સુરેન્દ્રનગર પરિવાર આયોજીતત આગામી તા. ૦પ/૦૧/ર૦રપ ને રવિવારના રોજ રાજકોટ ખાતે નવમો અને કેન્દ્રના બારમાં પારીવારીક પરીચય મેળાનું શ્રી કેસરીયા લોહાણા મહાજન વાડી (એ.સી. હોલ) કાલાવાડ રોડ ખાતે આયોજન કરેલ છે.
જેમાં દિકરા-દિકરીઓના ફોર્મ ભરવાનું ચાલુ છે. આશરે ૩૮૦ ઉપરાંતના ફોર્મ રજીસ્ટર્ડ થયેલ છે. આ પરિચય મેળાની ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૬/૧ર છે. આ આયોજન સફળ બનાવવા સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઇના તમામ મહાજન શ્રેષ્ઠીઓ, મેરેજ બ્યુરો ચલાવતા સંચાલકો તથા દરેક રઘુંવશી ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહયા છે. તથા દરેક દિકરા તથા દિકરીની પર્સનલ મીટીંગ માટે અનુભવી વડીલોની ટીમ સેવા આપી રહી છે આ પરિચય મેળાનું સંચાલન એન્કર હરીશભાઇ કોટેચા (ચોટીલાવાળા) કરશે. આ પરિચય મેળાની મલ્ટીકલર(રંગીન) બુકલેટ પણ બહાર પડશે તેવું જય રઘુવિર વેવીશાળ માહિતી કેન્દ્રના આયોજક નરેન્દ્રભાઇ પુજારાની યાદીમાં જણાવવામાં આવેલ છે. દરેક દિકરીઓની ફી નિઃશુલ્ક હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નરેન્દ્રભાઇ પુજારા, હરેશભાઇ કોટક (ચોટીલાવાળા), કિરીટભાઇ કેશરીયા, મનસુખભાઇ રાજાણી,જયંતભાઇ બુધ્ધદેવ, અમરશીભાઇ રૂઘાણી, ભુપેન્દ્રભાઇ ઉનડકટ, રાજુભાઇ જોબનપુત્રા, મહેશભાઇ કોટક, કમલનયનભાઇ ભાયાણી, પિયુષભાઇ તન્ના, નરેન્દ્રભાઇ ભાતેલીયા, અશ્વિનભાઇ કાનાબાર, અવનીશભાઇ વસાણી, ધર્મેશભાઇ નંદાણી, ભદ્રેશભાઇ વડેરા, હેમલભાઇ ખંઘેડીયા, યોગશભાઇ રાડીયા, નિલેશભાઇ કોટેચા, રૂદ્રભાઇ પુજારા, બિંદીયાબેન અમલાણી, જાગૃતિબેન ખીમાણી,અલ્કાબેન ખંગ્રામ, શોભનાબેન સોમૈયા, અનિતાબેન પાંઉ, રોનકબેન પારેખ, જુગનુંબેન સોનપાલ, કમલાબેન ભાગ્યોદય, ખ્યાતીબેન વસાણી, સુનિતાબેન પુજારા અને કોમલબેન પુજારા નજરે પડે છે.
(3:03 PM IST)










