<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

સિવિલ હોસ્‍પિટલના વોર્ડ નં. ૧૦માં દર્દીના સગાની નર્સિંગ સ્‍ટાફ સાથે માથાકુટઃ અટકાયતી પગલા

એક દર્દીના સગાએ બીજા દર્દી સાથે ડખ્‍ખો કર્યોઃ નર્સિંગ સ્‍ટાફ વચ્‍ચે પડતાં તેના પર હાથ ઉગામ્‍યો હતો

રાજકોટ તા. ૪: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ગત સાંજે વોર્ડ નંબર ૧૦માં નશાની આદત ધરાવતાં યુવાનને સારવાર માટે દાખલ કરાયો હોઇ તે બકવાસ કરતો હોઇ તેના કારણે અન્‍ય દર્દીના સગાએ તેની સાથે માથાકુટ કરતાં આ વખતે વોર્ડના નર્સિંગ સ્‍ટાફ દ્વારા તેમને માથાકુટ નહિ કરવા સમજાવાતાં દર્દીના સગાએ નર્સિંગ સ્‍ટાફ સાથે હાથચાલાકી કરી લેતાં અને એક નર્સને દિવાલ સાથે અથડાવતાં રોષ ફેલાઇ ગયો હતો. આ કારણે નર્સિંગ સ્‍ટાફે એકઠા થઇ પ્ર.નગર પોલીસ સ્‍ટેશને પહોંચી લેખિત રજૂઆત કરી હતી. બાદમાં માથાકુટ કરનાર તરફથી માફામાફી થઇ જતાં ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવ્‍યું હતું. જો કે નર્સિંગ સ્‍ટાફ દ્વારા અરજી થઇ હોઇ પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાતે તપાસ કરાવી હતી અને એક વ્‍યક્‍તિ સામે અટકાયતી પગલા લીધા હતાં. આ બાબતે આજે પણ નર્સિંગ સ્‍ટાફ દ્વારા તબિબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.

(3:08 PM IST)