News of Wednesday, 4th December 2024
કલેકટરે ફરી બૂલડોઝર શરૂ કર્યું: રૈયા ક્ષેત્રમાં પ૦ કરોડની જમીન ખૂલ્લી
પ્રભવ જોષીની સૂચના બાદ પશ્ચિમ વિસ્તારના મામલતદાર જોષી પોતાની ટીમ સાથે ત્રાટકયાઃ ૧૬ જેટલા દબાણો હટાવી દેવાયા : ૧૦ ઓરડીઓ-પાંચ ગેરેજ-૧ શોરૂમ - પાનની દુકાન બધું તોડી પડાયું: ફેન્સીંગ કરી લેવા કલેકટરના આદેશો

પશ્ચિમ મામલતદાર શ્રી જોષીએ પ૦ કરોડની પ હજાર ચો.મી. યુએલસી ફાજલ જમીન ખુલ્લી કરાવી તે નજરે પડે છે.
રાજકોટ તા. ૪: આજથી ફરી કલેકટર દબાણકારો ઉપર તૂટી પડયા છે, કલેકટર શ્રી પ્રભવ જોષીની સૂચના બાદ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પヘમિ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાજલ પ્લોટ સર્વે નંબર ૧૫૬ પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની બજાર કિંમત ૫૦ કરોડથી પણ વધુ થવા જાય છે. પヘમિ મામલતદાર દ્વારા અગાઉ બે થી ત્રણ વખત નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર ન કરતા પヘમિ મામલતદાર દ્વારા દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી.
વિગતો અનુસાર આજે વહેલી સવારે જ બાપા સીતારામ ચોક નજીક વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા રૈયા ગામ સર્વે નંબર ૧૫૬ પ્લોટમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન, ૧૦ જેટલી ઓરડિયો સહિતના દબાણો પヘમિ મામલતદાર એ.એમ જોશી, નાયબ મામલતદાર મહિરાજસિંહ પી ઝાલા, સર્કલ ઓફિસર ડી એલ પાદરીયા તલાટી શૈલેન્દ્રસિંહ રાણા, પુનમબેન કોરાટ, તોહલબેન ગઢવી, રોહિણીબેન લાડવા તથા ગુંજનબેન ત્રિવેદી તેમજ ગાંધીગ્રામ પોલીસના બંદોબસ્ત સાથે અને પીજીવીસીએલની ટીમ સાથે ત્રાટકયા હતા, અને ૧ શોરૂમ, ઓરડીઓ-વંડા-વિગેરે પર બૂલડોઝર ફેરવી દીધું હતું.
પヘમિ મામલતદાર એ.એમ જોષી એ જણાવ્યું હતું કે રૈયા ગામ વિસ્તારમાં ટી.પી ફાઈનલ પ્લોટ સર્વે નંબર ૧૫૬ જુદા જુદા વાણિજ્ય પ્રકારના ૧૬ જેટલા દબાણ કરવામાં આવ્યા હતા. યુ.એલ.સી પ્લોટનું દબાણ આજે ખુલ્લું કરાવવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારની કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.વર્ષોથી પાંચ ગેરેજો, એક પાનની દુકાન અને ૧૦ જેટલી ઓરડિયોનું બાંધકામ કરીને ભાડે આપી દેવામાં આવી હતી. ત્રણ જેટલી નોટિસ આપ્યા છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પાંચ હજાર ચોરસ મીટર પ્લોટની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમની અંદાજી બજાર કિંમત ૫૦ કરોડથી પણ વધુ થવા જાય છે, દબાણ હટાવા સમયે લોકોના ટોળા એકઠા થયા હતા, પ હજાર ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવી ત્યાં ફેન્સીંગ વાળી લેવાશે, દબાણ હટાવ ઓપરેશન અંગે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(3:12 PM IST)










