તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો ઉપર થઇ રહેલા હુમલા તોડફોડના વિરોધમાં રાજકોટ રેલી કાઢી કલેકટરને આવેદન અપાશે
બાર એસો. રેવન્યુ બાર, અસ્મિતા મંચ, ભાજપ લીગલ સેલ દ્વારા અત્યાચાર-હુમલાનો વિરોધ

રાજકોટ તા. ૪ :.. બાંગ્લાદેશમાં સતા પલટો થયા બાદ નવી સરકાર દ્વારા હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલા અને મંદિરોમાં થતી તોડફોડને લઈને વિશ્વભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે રાજકોટ બાર એસોસીએશન, રાજકોટ રેવન્યુ બાર, ભાજપ લીગલ સેલ અને અધિવક્તા પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને જેના વિરોધમાં મૌન રેલી સાથે કલેકટરને આવેદન પાઠવવામાં આવશે અને વિવિધ કાર્યક્રમોમાં કાર્યક્રમમાં યોજવામાં આવશે.
મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ રેલીમાં અધિવકતા પરિષદ રાજકોટ મહાનગર તથા રાજકોટ બાર એસોસિએશન ના તમામ એડવોકેટોજોડાશે, અધિવક્તા પરિષદ ના એડવોકેટ પ્રશાંત જોશી પ્રમુખ,હસમુખ ગોહેલ મંત્રી, સુરેશભાઈ સાવલીયા, રાજકોટ વિભાગ કન્વીનર તથા જે.આર.ફુલારા, જાગળતિબેન દવે,પ્રદેશ કારોબારી સભ્ય, સરોજબેન રૂપાપરા ઉપપ્રમુખ, રશ્મિબેન પટેલ,સરજુદાસ દુધરેજીયા,ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુકલ, ટી.બી.ગોંડલીયા,જયેશભાઈ જાની,કપિલ શુક્લ, રવિ ટાંક,જે.પી.મારૂ, વિશાલ ગોસાઈ, સંદીપ વેકરીયા, જયેન્દ્ર ગોંડલિયા,ચેતન વિઠલપરા, પી.સી.વ્યાસ, તરુણ માથુર, કિરીટભાઇ પાઠક,વિગેરે પરિષદના સભ્યો હાજર રહેશે તથારાજકોટ બાર એસોસિએશન ના પ્રમુખ બકુલ રાજાની સેક્રેટરી પી સી વ્યાસ ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર આર ડી ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલ મહેતા, મહિલા કારોબારી સભ્ય રેખાબેન પટેલ તથા કારોબારી સભ્યો અમિત વેકરીયા, ભાવેશ રંગાણી, રણજિત પરમાર, કૌશલ વ્યાસ, નિકુંજ શુક્લ, અજયસિંહ ચૌહાણ અજય પીપળીયા, પિયુષ સખીયા,હિરલબેન જોશી વગેરે બાર એસોસિએશન ના હોદેદારો પદાધિકારો બહોળી સંખ્યા માં હાજર રહેશે.
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો ૫-૧૨-૨૦૨૪ ગુરુવારે સાંજે ૪:૦૦ વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે.ત્યાંથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ રેલીમાં રાજકોટ રેવેન્યૂ બાર અસોશિએશનના તમામ એડવોકેટો જોડાશે જેમાં એડવોકેટ રમેશભાઈ કથીરિયા,દિલીપભાઈ પટેલ,હિતશભાઈ દવે, વિજય તોગડિયા,આનંદ જોશી,નીલેશ પટેલ, ગિરિરાજસિંહ જાડેજા,જયેશભાઈ બોઘરા, વિમલ ડાંગર,પંકજ દોંગા, પિયુષ સખિયા,ધર્મેશ સખિયા,ચંદ્રેશ પટેલ, પરેશ પદરિયા, વિરેન વ્યાસ,કેતન મંડ, હિમાંશુ શીશાંગીયા,નરેશ પરસાણા,અનિલ કાકડિયા,વિજય રામાણી,રિતેશ ટોપિયા,રિધમ ઝાલાવાડિયા,અનિલ કાકડિયા,નિશાબેન લુણાગરિયા,મોહિનીબેન ચાવડા,ધારા મૂલશા, ભાસ્કરભાઈ જસાણી,રશ્મિબેન સાપરિયા,રજનીભાઈ ગજેરા, મનુભાઈ ગજેરા, વિપુલભાઈ પટેલ વિ મોટી સંખ્યામાં હાજર રહેશે.
બકુલ રાજાણી
પી. સી. વ્યાસ
પિયુષ શાહ
કમલેશ ડોડીયા
(3:40 PM IST)










