તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
વેરા શાખાની સતત બીજા દિ'એ કડક વસુલાત : વોર્ડ નં. ૪-૭-૧૮ સહિત કુલ ર૪ મિલ્કતોને તાળા
મનપા દ્વારા આજે ૩૧.ર૧ લાખની બાકી રકમ જમા : ૩ નળ કપાત : ૧૦ મિલ્કતોની જપ્તી નોટીસ

રાજકોટ, તા. ૪: શહેરમાં મિલ્કત વેરાનો લક્ષ્યાંક પુરો કરવા ટેકસ બ્રાન્ચ ઉંધા માથે છે. આજે ર૪ મિલ્કતોને સીલ કરી ૧૦ને જપ્તી નોટીસ આપવામાં આવી હતી. જયારે ૩ મિલ્કત ધારકો પાણી વિહોણા બન્યા હતા. આજે બપોરે સુધીમાં ૩૧ લાખની વસુલાત કરવામાં આવી હતી.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઇની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૪-રપની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૪ માં ખોડિયાર પરામાં જગજીત ચેમ્બર્સને સીલ મારેલ. કુવાડવા રોડ પર આવેલા ૧ યુનિટને સીલ મારેલ. કુવાડવા પર આવેલા જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષ શોપ નં. ૩ ને સીલ મારેલ, કુવાડવા રોડ પર આવેલ જય ગુરૂદેવ કોમ્પ્લેક્ષ શોપ નં. રને સીલ મારેલ, પ૦ ફૂટ રોડ પર આવેલ ૧ -યુનિટને સીલ મારેલ. પંચનાથ મેઇન રોડ આવેલ ૭-યુનિટને સીલ મારેલ.
જયારે વોર્ડ નં. પમાં રણછોડનગરમાં આવેલ ૧ નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂા. ૮૧,૦૦૦ આવેલ.
રણછોડનગર માં આવેલ ૧-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂ.૮૭,૦૦૦
રણછોડનગર માં આવેલ ૧-નળ કનેકશન કપાત કરતા રીકવરી રૂ.૬૦,૨૮૦/ જમા થયેલ.
વોર્ડ નં-૭માં ગોંડલ રોડ પર આવેલ ‘ પ્રમુખ સ્વામી આર્કેડ ' સેકન્ડ ફલોર શોપ નં-૧ ને સીલ મારેલ.
યાજ્ઞિક રોડ પર આવેલ ‘ હેમા આર્કેડ ' ઓફિસ નં-૩૦૭ ને સીલ મારેલ.
સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ.
યાજ્ઞિક રોડ પર આવેલ ‘ તોપ્ઝ આર્કડ' થર્ડ ફલોર ઓફિસ નં-૨ ને સીલ મારેલ.
સુભાષ રોડ પર આવેલ સિદ્ધિ વીનાયક કોમપ્લેક્ષ શોપ નં-૩૦૪ અને ૩૦૫ ને સીલ મારેલ.
ઉપરાંત વોર્ડ નં. ૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ.
આજ રોજ બપોરે ૧ કલાક સુધી માં ૨૪ -મિલ્કતોને સીલ કરેલ તથા ૧૦ - મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૩-નળ કનેકશન કપાત રીકવરી રૂા. ૩૧.૨૧લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી નાયબ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક ના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન,ઇસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા કરવામાં આવી.
(3:43 PM IST)










