<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

બે લૂંટ, હત્‍યાની કોશિષના ચાર ગુના આચરનાર ટોળકીને ઘટના સ્‍થળે લઇ જઇ ‘પુછપરછ': ટોળા એકઠા થયા

બી-ડિવીઝન પોલીસની ટીમે એક સગીર સહિત ચાર આરોપીઓને પકડી લીધા હતાં: રિમાન્‍ડ દરમિયાન કાર્યવાહી

રાજકોટઃ શહેરના ભગવતીપરા રેલ્‍વે ફાટક પાસે એક યુવાન પાસે ફાકી માંગી તેને પેટમાં છરી ભોંકી હત્‍યાની કોશિષ કરવાના ગુનામાં તેમજ માલધારી સોસાયટી પાસે બે યુવાનને છરી બતાવી, ઝીંકી રોકડ-મોબાઇલ લૂંટી લેવાના અને પકડવા દોડેલા લોકો પૈકીના એક યુવાનને છરી મારી હુમલો કરવાના ગુનામાં ચાર આરોપીઓ સની ઉર્ફ ચડીયો કલુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮-રહે. ભગવતીપરા), સાગર શામજીભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮), શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧-રહે. લાલપરી તળાવ પાસે) તથા એક સગીરને પકડી લીધા હતાં. સગીર સિવાયના ત્રણ આરોપીઓના રિમાન્‍ડ મળતાં પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ જે. આર. સોલંકી, હેડકોન્‍સ. ક્રિપાલસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, લાલજીભાઇ હાડગડા, કોન્‍સ. પંકજ માળી, રાજદિપ પટગીર, વિશ્વજીતસિંહ ઝાલાઅને હાર્દિક ગાજીપરાની ટીમે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં આરોપીઓને ઘટના સ્‍થળોએ લઇ જઇ આકરી પુછતાછ કરતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને રિ-કન્‍સ્‍ટ્રક્‍શન પણ કરાવાયુ હતું.

(3:48 PM IST)