<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રૂડા તંત્રની લાલ આંખઃ મુંજકા ખાતે વધુ ૧૦ આવાસો રદ

ફલેટ ધારકોએ દસ્‍તાવેજ, ભાડા કરાર નહી કરતા રૂડાની કાર્યવાહી

રાજકોટ તા.૪: EWS-I પ્રકારના આવાસધારકોને ફાળવેલ આવાસનો દસ્‍તાવેજ, ભાડાકરાર નહી કરતા ‘‘રૂડા'' દ્વારા ૧૦ આવાસો રદ કરવામાં આવ્‍યા છે.

આ અંગે રૂડા તંત્રની શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-I પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૩, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્‍કુતિ પાર્ટી પ્‍લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, ખાતેના રૂડાનાં આવાસો દસ્‍તાવેજ, ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે એ-૭૦૬, સી-૭૦૨, જી-૨૦૩, જી-૭૦૩, જે-૪૦૬, એન-૭૦૮, સી-૧૦૬, એફ-૬૦૪,જી-૬૦૭, આઇ-૪૦૩,  એમ-૭૦૨ સહિતના આવાસ ધારકોને રૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્‍તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્‍યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.

આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો જાહેરાત પ્રસિધ્‍ધ થયાની તારીખથી દિન-૭માં રૂડા કચેરીનાં કામકાજનાં સમય દરમ્‍યાન આવાસ શાખાનો સંપર્ક કરવા રૂડાના મુખ્‍ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(3:56 PM IST)