તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શ્રમ બસેરા સામે લત્તાવાસીઓનો વિરોધ
કોપર સેન્ડ, હેવન હિલ્સ, સીટી કલાસીક, વ્રજ અક્ષર રેસીન્ડેન્ટના રહેવાસીઓનું ટોળુ મનપામાં ઘસી આવ્યુઃ સ્ટે.ચેરમેન જયમીન ઠાકર દ્વારા આ અંગે યોગ્ય કરવા ખાત્રી

હમારી માંગે પૂરી કરો... રોષ : રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧ ના મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં ટી. પી. સ્કીમ બન્યા બાદ આ પ્લોટ સરકારને સુપ્રત કર્યા બાદ રાજય સરકાર દ્વારા શ્રમ બસેરા બનાવવામાં આવતા આજુ બાજુના એપાર્ટમેન્ટ, રેસીડન્સીના રહેવાસીઓનું ટોળુ મનપા કચેરી ઘસી આવ્યુ હતું અને આ યોજના સામે વિવિધ સુત્રોચ્ચારો સાથે વિરોધ દર્શાવ્યો હતો. અને આ અંગે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા) (પ-રપ)
રાજકોટ તા.૪ :.. શહેરનાં વોર્ડ નં. ૧૧ માં આવેલ અંબિકા ટાઉન શીપ વિસ્તારમાં સોસાયટીની વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર શ્રમ બસેરાનો પ્રોજેક્ટ બનાવવાની તૈયારીઓ શરૂ કરાતા રહેવાસીઓનું ટોળુ મ્યુનિ. કોર્પોરેશનની સહિત ઝોન કચેરીએ ઘસી આવ્યા હતાં. અને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરને રજુઆત કરતા તેઓએ યોગ્ય કરવા ખાત્રી આપી હતી. આ અંગે સીટી ક્લાસીક થતા કોપર સેન્ડ કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી તથા હેવન હિલ્સ તેમજ અમી રીસેડન્સી તથા વ્રજ અક્ષર રેસીડેન્સી અને આજુબાજુની અલગ અલગ સોસાયટીઓના રહેવાસીઓએ આજે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને પાઠેવલ પત્રમાં જણાવેલ કે, કોર્પોરેશન દ્વારા આ પ્લોટ સરકારને સુપ્રત કરેલ છે. જેના ઉપર હાલ શ્રમ રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા શ્રમિક લોકો માટેના રહેણાંક બનાવવાનો એટલે કે, રેન બસેરા-શ્રમ બસેરા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આથી આ પ્લોટની આજુબાજુના રેસીડેન્સી સોસાયટીઓ તથા હાઇરાજ બિલ્ડિંગ આવેલા હોય અને આ પ્લોટ તમામ સોસાયટીઓની મધ્યમાં હોવાથી શ્રમ બસેરા બન્યા બાદ અહીં રહેતા લોકોને કાયમી ન્યુસન્સનો સમાનો કરવો પડશે. આથી આ સ્થળ ઉપર શ્રમ બસેરા ન બનાવવામાં આવે અને તેની જગ્યાએ આંગણવાડી, લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અથવા કોયુનીટી વોર્ડ સહિતના પ્રોજેક્ટ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
(4:07 PM IST)










