<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

અઢી વર્ષ બાદ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીની એકેડેમીક કાઉન્‍સીલની બેઠકના પ્રારંભ

કોલેજોના જોડાણ સહિત ૫૦૦થી વધુ દરખાસ્‍તઃ ૮૦માંથી ૩૫ સભ્‍યો હાજર જ રહ્યા

રાજકોટ તા.૪: નવી શિક્ષણ નિતિ અંતર્ગત આજે સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીની પ્રથમવાર એકેડેમીક કાઉન્‍સીલની બેઠક મળી છે. અઢી વર્ષ બાદ મળેલી એકેડેમીક કાઉન્‍સીલની બેઠકમાં થોકબંધ આઇટમ હોવાથી બેઠક ખુબ લાંબી ચાલી રહી છે.

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીની એકેડેમીક કાઉન્‍સીલની બેઠક આજે કુલપતિ ડો.કમલ ડોડીયાના અધ્‍યક્ષસ્‍થાને મળી છે. જેમાં વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રી સભ્‍યો, તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યો મળી કુલ ૮૦ સભ્‍યો હાજર રહેવા અપેક્ષીત હતા પરંતુ આજે મળેલી એકેડેમીક કાઉન્‍સીલની બેઠકમાં ૩૫ સભ્‍યો હાજર રહયા હતા.

આજે મળી રહેલી એકેડેમીક કાઉન્‍સીલની બેઠકમાં ખાનગી કોલેજોના ચાલુ જોડાણ, નવા જોડાણ તેમજ કાયમી જોડાણ સહિત ૫૦૦થી વધુ દરખાસ્‍ત છે. નવી કોલેજોની મંજુરી માટે લોકલ ઇન્‍કવાયરી કમિટિનો રીપોર્ટ, સ્‍ટાફની સુવિધા, ભાડા કરાર, માલીકી બીલ્‍ડીંગ સહિત તમામ બાબતોને ધ્‍યાનમાં લેવાનાર હોવાનું જાણવા મળે છે.

(4:31 PM IST)