<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ અંશ ડોડીયાને ક્રાઇમબ્રાંચે કોલસાવાડી સર્કલ પાસેથી દબોચ્‍યો

એ.એસ.આઇ. રણજિતસિંહ પઢારીયા, હેડકોન્‍સ.સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્‍સ.તુલશીભાઇ ચુડાસમાની બાતમીઃ રૂા.૯૩ હજારનો ચેઇન કબ્‍જે

રાજકોટ તા. ૪: પ્રધુમનનગર પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ શખ્‍સને ક્રાઇમ બ્રાંચે કોલસાવાડી સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પ્રધ્‍યુમનનગર પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ શખ્‍સ જંકશન વિસ્‍તારમાં આવ્‍યો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારિયા, હેડ કોન્‍સ સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા અને કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમાને બાતમી મળતા કોલસાવાડી સર્કલ પાસેથી અંશ આનંદભાઇ ડોડીયા (ઉ.વ.૨૦) (રહે પોપટપરા શેરી નં. ૧૦) ને પકડી લઇ રૂા. ૯૩ હજાર નો ચોરાઉ સોનાનો ચેઇન તથા રૂા. ૩૦૦૦ રોકડ મળી રૂા. ૯૬ હજારની માલમતા કબ્‍જે કરી હતી તે અગાઉ છેડતી, બળાત્‍કાર અને પોકસોના ગુનામાં પ્રનગર પોલીસમાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા તથા એમ. એલ.ડામોર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે. મોવલીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્‍સ સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ધોધારી, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, કોૈશીકભાઇ ગઢવી, તુલશીભાઇ ચુડાસમા, રમેશભાઇ માલકીયા, સંજયભાચઇ ખાખરીયા, પ્રવીણભાઇ જતાપરા દ્વારા કરવામાં આવી હતી.

(4:11 PM IST)