News of Thursday, 5th December 2024
ગોવિંદભાઇ પટેલના કાર્યાલયે રવિવારે રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે નિઃશુલ્ક કેમ્પ

રાજકોટ તા. ૫ : ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને ૩૧ ડીસેમ્બર પહેલા ઇ-કેવાઇસી પૂર્ણ કરાવી લેવા સુચના જારી કરી છે. આ બાબત ધ્યાને લઇને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા તેમની ઓફીસ રાજનગર ચોક, અમૃત સ્કવેર, નાનામવા રોડ, ત્રીજા માળે તા. ૮ ના રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી ઇ-કેવાયસી માટેનો નિઃશુલ્ક કેમ્પ ગોઠવેલ છે.
આ માટે જરૂરી ડોકયુમેન્ટ રેશનકાર્ડ, બધાના આધારકાર્ડ સાથે રેશનકાર્ડમાં જેટલા નામ હોય તેટલા વ્યક્તિએ રૂબરૂ કેમ્પ સ્થળે હાજર રહેવા જણાવાયુ છે. તેમજ વધુ માહીતી માટે આ વિભાગની કામગીરી સંભાળતા હસુભાઇ પટેલ (મો.૯૧૦૬૧ ૭૫૭૩૫)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
(2:53 PM IST)










