<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણીની પ્રમુખપદવાળી એકટીવ પેનલની ઉમેદવારી

પ્રમુખપદે બકુલ રાજાણી, ઉપપ્રમુખપદે નિરવ પંડયા, સેક્રેટરી માટે વિનેશ છાયા, ટ્રેઝરરપદ માટે રાજેશ ચાવડાની દાવેદારીઃ કારોબારી માટે રાજાણીની એકટીવ પેનલમાં ૯ સભ્‍યોએ ફોર્મ રજુ કર્યાઃ આવતીકાલે પરેશ મારૂની ત્રીજી પેનલ ઉમેદવારી નોંધાવશેઃ ત્રિપાંખિયો જંગ જામશે..

રાજકોટઃ બાર એસો.ની ચુંટણીમાં આજે બકુલ રાજાણીની એકટીવ પેનલના હોદેદારો અને કારોબારી સભ્‍યોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરમાં હારતોરા સાથે એકટીવ પેનલના બકુલ રાજાણી અને હોદેદારો સભ્‍યો દર્શાય છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)(૨.૨૦)

રાજકોટ તા. પ :.. બાર એસો.માં ત્રણ વખત પ્રમુખ તરીકે ચૂંટાયેલા હાલના પ્રમુખ બકુલ રાજાણીની એક્‍ટિવ પેનલમાં પ્રમુખ તરીકે બકુલ રાજાણી ઉપરાંત ઉપપ્રમુખમાં નિરવ પંડ્‍યા, સેક્રેટરીમાં વિનેશ છાયા, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, મહિલા અનામત કારોબારી સભ્‍યમાં પૂનમબેન પટેલ, તેમજ કારોબારી સભ્‍યોમાં ધર્મેન્‍દ્ર ઝરીયા, રમેશ આદ્રોજા, હસમુખ બારોટ,  ધારેશ દોશી, અનિલ પરસાણા, જીગર સંઘવી, ભાવેશ જેઠવા અને વિરેન્‍દ્રસિંહ ઝાલાએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ તેમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા.

દરમિયાન જેને બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બીસીઆઇ મેમ્‍બર દિલીપ પટેલનું સમર્થન છે, તે પ્રમુખ પદના અન્‍ય ઉમેદવાર પરેશભાઈ મારુ અને તેમની પેનલ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે, તેથી  બારની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણો વર્તાયા છે.

બાર એસો.ની ચૂંટણીમાં દિલીપભાઇ જોષીની કાર્યકારી પેલને ૧ર-ર૦ કલાકે ઉમેદવારી  નોંધાવી  હતી. તો બકુલ રાજાણીની એકટીવ પેનલને ૧ર-૩૯ કલાકે વિજય મુર્હુતમાં તેમની પેનલના હોદેદારો અને સભ્‍યોએ ઉમેદવારી નોંધાવી હતી.

આવતીકાલે પરેશ મારૂની સમરસ પેનાલના હોદેદારો અને સભ્‍યો ઉમેદવારી નોંધાવનાર હોય ર૦રપ ની ચૂંટણી ત્રણ પેનલો વચ્‍ચે જોરદાર સ્‍પર્ધાના એંધાણ મળે છે.

આગામી ર૦ ડીસેમ્‍બરે બાર એસો.ની ચૂંટણી યોજાવાની હોય આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

ત્રણ પેનલોના ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ પ્રચારનો ધમધમાટ શરૂ થશે

 

 

(2:57 PM IST)