<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

શ્રી શાંતિનાથ દેરાસરની કાલે ૧૭મી વર્ષગાંઠઃ ધજા ચડાવાશે : સ્વામી વાત્સલ્ય યોજાશે

આ.દેવ પૂ.જયશેખર સુરીશ્વરજી મ.સા. તથા પુ.ધ્યાનરસાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રા

રાજકોટ તા.પઃ શહેરના એરપોર્ટ રોડ સ્થિત શ્રી શાંતિનાથ દેરાસરની કાલે શુક્રવારે ૧૭મી વર્ષગાંઠ નિમિતે ધજા ચડાવાશે તથા સ્વામી વાત્સલ્યનું આયોજન પુ.આ.દેવ શ્રી જયશેખર સુરીશ્વરજી મ.સા. તથા પુ.સાધ્વીજી ભગવંત ધ્યાનરસાશ્રીજીની પાવન નિશ્રામાં કરવામાં આવ્યું છે.

ધજાનો લાભ લેનાર ભાગ્યશાળીમાં મુળનાયક શ્રી શાંતિનાથ ભગવાન -શ્રી વાસુપૂજય સ્વામી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, ગુલાબચંદ નેમચંદ કોઠારી, શ્રી નેમનાથ ભગવાન -શ્રી ચંદ્રપ્રભ સ્વામી, હસુમતીબેન સુરેશભાઇ શાહ, શ્રી મુનીસુવ્રત  સ્વામી શ્રી પદ્મપ્રભ સ્ર્વામી, નવીનભાઇ ચોકસી,  ઘંટાકર્ણ મહાવીર કાંતિલાલ હીરાચંદ ગઉચા,  શ્રી માણીભદ્ર વીર મિસીતાબેન રૃષિભાઇ માણેક, શ્રી પદ્માવતી માતા નિલેશભાઇ કમલનયનભાઇ મહેતા, ગુરૃ ગૌતમ સ્વામી તેજલબેન નિલેશભાઇ મહેતા, પૂ. ગુરૃમહારાજ જયાનંદ સુરીશ્વરજી મ.સા. હિતેષભાઇ છગનલાલ મહેતા છે.

જયારે રંગમંડપના પાંચ ધજાના લાભાર્થી હિનલબેન તુષારભાઇ પારેખ, હેતલબેન રાકેશભાઇ શાહ, પૂજાબેન પિયુષભાઇ ખજુરીયા, હિનાબેન વિરેન્દ્રભાઇ સંઘવી તથા નેમચંદ ગુલાબચંદ કોઠારી પરીવાર હ.ધર્મેશભાઇ છે. તથા શ્રી મહાલક્ષ્મી માતા : શ્રી સરસ્વતી માતા : લાભાર્થી નેમચંદ ગુલાબચંદ કોઠારી પરિવાર હ.ધર્મેશભાઇ છે. કાલે તા.૬ને શુક્રવાર સવારે ૮.૩૦ કલાકે પૂ.ગુરૃદેવ જયશંખર સુરીશ્વરજી મ.સા. સંઘમાં પધારશે. ધજા સવારે  ૯:૩૦ કલાકે ચઢાવવામાં આવશે. સ્વામી વાત્સલ્ય બપોરે ૧૨.૩૦ કલાકે યોજાશે તેમ અશ્વિનભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:34 PM IST)