News of Thursday, 5th December 2024
''ફોર્બ્સ સિલેકટ ર૦૦''માં રાજકોટના અદિત અને ચિરાગને મળ્યુ સ્થાન

રાજકોટઃ તા.પ રાજકોટના યુવા ઉદ્યોગ સાહસિક અને ઇ-કોમર્સ વ્યવસાય સાથે સંકળાયેલા અદિત પીપળવા અને ચિરાગ ચોવટીયાની તાજેતરમાં ફોર્બ્સ ઇન્ડિયાના ફોર્બ્સ સિલેકટ ર૦૦ ઉદ્યોગ સાહસીઓમાં ઇ-કોમર્સ વ્યવસાય ક્ષેત્રે સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર પસંદગી થતા મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ફાઇનાન્સિયલ સકસેસ સ્ટોરી Infinite Squar Pvt. Ltd. દ્વારા બીટુબી ઇ-કોમર્સ ક્ષેત્ર તેના અસાધરણ નાણાકીય અને સામાજિક લક્ષ્યો સાથે વ્યવસાયિક સફળતાને ફરીથી વ્યાખ્યાયિત કરતા અને USE ટોચની ૧૦ સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં એક પ્રખ્યાત સ્થાન અપાવવા બદલ અદિત પીપળવા અને ચિરાગ ચોવટિયાને DGEMS માં ફોર્બ્સભારતની પ્રતિષ્ઠિત '' મોટા વૈશ્વિક વ્યાપાર સંભવિતતા ધરાવતી ર૦૦ કંપનીઓ''માં પસંદ કરી સ્થાન આપવામાં આવ્યું છે. આ જાહેરાત ફોર્બ્સ ઇન્ડિયાની વેબસાઇટ અને તેના સમગ્ર સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી હતી
(4:11 PM IST)










