News of Thursday, 5th December 2024
આદિત્ય આવાસ યોજનામાં રૃડા તંત્રનો સપાટો : વધુ ૮૪ ફલેટ રદ
લાભાર્થી દસ્તાવેજ, ભાડા કરાર નહીં કરતા કાર્યવાહી

રાજકોટ, તા. પ : EWS-I પ્રકારના આવાસધારકોને ફાળવેલ આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર નહી કરતા 'રૃડા' દ્વારા બનાવવામાં આવેલ આદિત્ય-૭૯ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલની વાડી પાસે, કાલાવડ રોડ, મુંજકા ખાતેની આવાસ યોજનામાં ૮૪ ફલેટ રદ કરવામાં આવ્યા છે.
આ અંગે રૃડા તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-II પ્રકારના ટી.પી.૧૭ એફ.પી.૭૯, આદિત્ય-૭૯ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલની વાડી પાસે, કાલાવડ રોડ,મુંજકા, રાજકોટ માં નીચે પ્રમાણે ની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૃડાનાં આવાસ નો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૃડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર ન કરાવતા...
A - 205, A-301, A-303, A-402, A-403, A-406, A-503, A-603, A-1006, A-1107, A-1406, B - 106, B-108, B-203, B-208, B-307, B-507, B 906, B-1005, B-1205, B-1206, B-1307, B-1403, C-102, C-105, C-107, C-308, C-502, C-604, C-805, C-807, C-1104, C-1106, C-1107,C 1108, C-1302, C-1306, C-1403, C-1405, D-203, D-302, D-401, D-1001, D-1302, D-1403, E-302, E-604, E-1001, E-1003, E-1102, E-1401, F-102, F-105, F-306, F-308, F-402, F-505, F-506, F-606, F-903, F-1207, F-1404, G-107, G-607, G-1003, G-1008, G-1207, G-1301, G-1406, H-104, H-105, H-302, H-303, H-307, H-405, H-801, H-907, H-1103, H-1108, H-1206, H-1303, H-1304, H-1308, તથા H-1406, સહિત ૮૪ આવાસ ધારકોના આવાસો રદ કરવામાં આવ્યા છે. આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા હોય તો તારીખથી દિન-૭માં રૃડા કચેરીનાં કામકાજનાં સમય દરમ્યાન આવાસ શાખાનો સંપર્ક કરવો. તેમ શહેરી વિકાસ સતામંડળના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવામાં આવ્યુ઼ છે.
(3:25 PM IST)










