<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

વિદેશી દારૂના ચાર દરોડામાં ચાર પકડાયા

ક્રાઇમબ્રાંચ, ગાંધીગ્રામ, થોરાળા અને એ-ડીવીઝન પોલીસનો દરોડોઃ રૂા.૯૧ હજારનો દારૂનો જથ્‍થો કબ્‍જે

રાજકોટ તા.પઃ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ક્રાઇમબ્રાંચ, ગાંધીગ્રામ, થોરાળા અને એ-ડીવીઝન પોલીસે દરોડા પાડી રૂા.૯૧ હજારના વિદેશી દારૂ સાથે ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મવડીપ્‍લોટ અલ્‍કા સોસાયટી પાસે એક કારમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની હેડકોન્‍સ કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ.હરસુખભાઇ સબાડને બાતમી મળતા અલ્‍કા સોસાયટી પાસે દરોડો પાડી સેન્‍ટ્રો કારની તલાશી લેતા તેમાંથી રૂા.૭૩,૧૮૮ની કિંમતની વિદેશી દારૂની ૪૮ બોટલ મળી આવતા ચાલક જયપાલસિંહ મહિપતસિંહ ઝાલા(ઉ.વ.૩૬) (રહે.મવડી મેઇન રોડ મારૂતીનંદન શેરી નં.૬)ને પકડી લઇ વિદેશી દારૂ, મોબાઇલ અને કાર મળી રૂા.૨,૩૭,૫૨૮નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એન. એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.એન. પરમાર, એએસઆઇ જલદીપસિંહ, હરદેવસિંહ, હિતેન્‍દ્રસિંહ, હેડ કોન્‍સ કૃષ્‍ણદેવસિંહ, કોન્‍સ મહાવીરસિંહ, હરસુખભાઇ, ગોપાલભાઇ, મોહિલરાજસિંહ, અર્જુનભાઇ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં પોલીસ મથકના હેડ કોન્‍સ બી.વી. જાડેજા તથા હેડ કોન્‍સ શબ્‍બીરભાઇ મલેક સહિતને બાતમીના આધારે ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરી નં. ૩ માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૧૪,પ૬૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦૪ બોટલ સાથે અમીત અરવિંદભાઇ રાણા (ઉ.વ. ૪૪) (રહે. ગાંધીગ્રામ શેરી નં.૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે અન્‍ય દરોડામાં થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.એ. સોલંકી સહિતે વિજયનગર શેરી નં. ૪ માંથી રૂા. ૧૦૦૦ ની કિંમતની દારૂની બે બોટલ સાથે ચીરાગ પ્રવીણભાઇ મકવાણા (ઉ.વ.ર૧) (રહે. વિજયનગર શેરી નં.૪) ને તથા ડીસીપી ઝોન-૧ એલ.સી.બી.ના હેડ કોન્‍સ રાહુલભાઇ સહિતે બાતમીના આધારે જાગનાથ પ્‍લોટ શેરી નં. ૪૧ માં દરોડો પાડી રૂા. ર૬૩ર ની કિંમતની દારૂની ચાર બોટલ સાથે કમલેશ ભીમજીભાઇ ચુડાસમા (ઉ.વ. ૪પ) (રહે. રામાપીર ચોકડી ધર્મરાજનગર શેરી નં. ર) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:26 PM IST)