News of Thursday, 5th December 2024
જંકશન રોડ પર રખડતુ જીવન જીવતાં યુવાનનું હાર્ટએટેકથી મોત
અર્જુન મુળ ઓરિસ્સાનો વતનીઃ સગાને જાણ કરાઇ

રાજકોટ તા. ૫: જંકશન મેઇન રોડ પર બજરંગ ટી સ્ટોલ પાસેથી અર્જુનભાઇ મોહનભાઇ (ઉ.વ.૪૨) નામનો યુવાન બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત થયું હતું. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ આહિ રખડતો ભટકતો રહેતો હતો. તે મુળ ઓરિસ્સાનો હતો. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. પ્ર.નગર પીએસઆઇ પરમાર અને મનિષભાઇ ડાંગરે ઓરિસ્સા ખાતે તેના સગાને જાણ કરી હતી.
(3:36 PM IST)










