<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

શાપરમાં ચેકડેમમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળીઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૫: શાપર વેરાવળથી રીબડા તરફ જતાંકાચા રસ્‍તા પર વિનુભાઇ ઠુમ્‍મરની વાડીની સીમના ચેકડેમમાંથી તા. ૨ના રોજ અજાણ્‍યા આશરે ૨૫થી ૩૦ વર્ષના યુવાનની લાશ મળી આવી છે. કોટડા સાંગાણી હોસ્‍ટિપલમાં પોસ્‍ટમોર્ટમ બાદ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ કોલ્‍ડ રૂમમાં રખાયો છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો શાપર પોલીસ મથકના હેડકોન્‍સ. એન. એમ. રોજાસરા-૯૪૨૯૨ ૪૭૯૪૨ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:38 PM IST)