<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

શિક્ષણાધિકારી કક્ષાના ૧૦ અધિકારીઓને નાયબ નિયામક તરીકે બઢતી-બદલી

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો હવાલો કિરીટસિંહ પરમારને સુપ્રત

રાજકોટ, તા. પઃ રાજય સરકારે શિક્ષણ વિભાગનાં જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાનાં ૧૦ અધિકારીઓને નાયબ નિયામક તરીકે બઢતી આપી ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં નિમણુંક કરી છે.

સુરેન્‍દ્રનગરનાં શિલ્‍પાબેન પટેલ જુનાગઢના ભાવસિંહ વાઢેર વગેરેનો બઢતીમાં સમાવેશ થયો છે.

ઉપરાંત શિક્ષણાધિકારી કક્ષાનાં ૧૦ અધિકારીઓને જે તે જિલ્લામાં વધારાનો હવાલો સોપાયો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનો વધારાનો હવાલો પ્રાર્થમીક શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ પાસે હતો તે શાસનાધિકારી કિરીટસિંહ પરમારને સોંપવામાં આવેલ છે.

(3:45 PM IST)