News of Thursday, 5th December 2024
દીક્ષાર્થી હેતભાઇ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરીને
પૂજ્યશ્રી હિતમુનિજી મ.સા. બન્યાઃ જામનગર ખાતે પ્રવજયા સંપન્ન

રાજકોટ,તા.૫: પૂજયશ્રી રાજ ગુરુભગવંતેઁ અનંતી કળપા કરી અસંખ્ય દેવો-મહેન્દ્રો પણ જેને જંખતા હોય એવા દીક્ષાના મહામૂલા ઉત્તમ કલ્યાણકારી-મંગલકારી-શ્રેયકારી ‘કરેમી ભંતે' ના પાઠ દીક્ષાર્થી ચિ. હેતભાઇને ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિમાં આજે ગુરુવારે જામનગરમાં ભણાવ્યા હતા.
દીક્ષાર્થીની વર્ષોની ઉત્કળષ્ટ-ઉત્તમ ભાવના પૂર્ણ થઈને સંયમ સમોવસરણ ચારેય દિશાઓથી ભગવાન મહાવીર સ્વામીના તેમજ જૈન શાસનના તથા નૂતન દીક્ષિત મુનિભગવંતના જય-જયકારથી ગુંજી ઉઠેલ. નૂતન દીક્ષિત ભગવંતના મુખચંદ્ર ઉપર સંયમ અંગીકાર કર્યાના અનુપમ-અદ્વિતીય-અપૂર્વ અને અલૌકિક આનંદ તેમજ ઉત્સાહભર્યું અવિસ્મરણીય સંયમનું તેજ જળહળી રહ્યું હતું.
શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આધ્યસ્થાપક ગચ્છાધિપતિ આચાર્ય ૧૦૦૮ બા.બ્ર. પરમ પૂજ્યશ્રી ડુંગરસિંહજી સ્વામીના પટાનુપાટ બહુશ્રુત આચાર્ય બા.બ્ર. પરમ પૂજ્યશ્રી જશાજી સ્વામી પટાનુપાટ સ્થવિર ગુરુદેવ પરમ પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજસાહેબના શિષ્યરત્ન ચારિત્રનિષ્ઠ અનંત ઉપકારી પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના સુશિષ્ય નવદીક્ષિત બા.બ્ર. પરમ પૂજ્યશ્રી હિતમુનિજી મહારાજ સાહેબ બન્યા હતા.સમગ્ર દીક્ષા મહોત્સવ જૈન શાસન શૌરવ અને ગોંડલ સંપ્રદાયનું ગૌરવ વધારીને આરંભ- સમારંભ, બેંડવાજા, ફોટોગ્રાફી, મૂવી, માઇક કે કોઈપણ ઇલેક્ટ્રીક સાધનોના ઉપયોગ વગર પૂર્ણ સાદાઈથી છતા ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયેલ.સંયમ અનુમોદના કરવા અનેક ભવ્ય આત્માઓએ નાની દીક્ષા (આજીવન બ્રહ્મચર્ય વ્રત) ગ્રહણ કરેલ.દેશ-વિદેશથી પધરેલ હજારો સંયમ પ્રેમીઓએ વિશિષ્ટ વ્રત નિયમો ધારણ કરી સંયમ અનુમોદના કરેલ.નવદીક્ષિત મુનિભગવંતની વડીદીક્ષા તા.૧૧ ને બુધવારે જામનગરમાં સવારે ૯થી યોજાશે.
(4:10 PM IST)










