News of Thursday, 5th December 2024
ઇ-ચલણથી બચવા માટે બાઇકમાં નંબર પ્લેટ છેડછાડ કરનાર દયાનેશ સામે ગુનો
જામનગર રોડ જામટાવર ચોક પાસેથી પ્રનગર પોલીસ કાર્યવાહી કરી

રાજકોટ તા. પ :.. જામનગર રોડ જામટાવર ચોક પાસે પ્ર.નગર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઇ-ચલણથી બચવા માટે બાઇકમાં નંબર પ્લેટમાં છેડછાડ કરી નીકળનારા શખ્સને પકડી કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ જામટાવર ચોક પાસે પ્ર.નગર પોલીસ મથકના કોન્સ. રવીભાઇ રાઠોડ તથા કાનાભાઇ સહિત વાહન ચેકીંગમાં હતાં. ત્યારે એક બાઇક સવારને શંકાના આધારે રોકી પોલીસે બાઇકની આગળ અને પાછળની નંબર પ્લેટ જોતા નંબર પ્લેટમાં એક નંબર (ઓ.) ઘસીને કલર કાઢી નાખ્યો હોઇ પોલીસે બાઇક સવારનું નામ પુછતા તેણે પોતાનું નામ દયાનેશ પ્રવિણભાઇ મોરાણીયા (રહે. સંજયનગર સંતકબર રોડ) જણાવ્યું હતું. તેની પુછપરછ કરતા તેણે ઇ.-ચલણથી બચવા માટે બાઇકની નંબર પ્લોટમાં છેડછાડ કરી હોવાનું જણાવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:52 PM IST)










