<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ઉમિયા માતાજીને આવકારવા થનગની રહેલ રાજકોટનો સમસ્‍ત પાટીદાર સમાજઃ વિશાળ બાઇક રેલી

 

 

રાજકોટઃ શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન દ્વારા નિર્માણાધિન શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત તા.૧૩ ડિસેમ્‍બર એટલેકે એકાદ અઠવાડીયા પછી મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે  થવા જઇ રહ્યું છે ત્‍યારે લોકોમાં અનેરો આનંદ અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્‍સાહમાં વધારો કરવા ઉમિયા માતાજી સંસ્‍થાન દ્વારા ભવ્‍ય બાઇક રેલીનું આયોજન કરવામાં હમવેલ હતું, જેનો ેપ્રારંભ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતેથી સંસ્‍થાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડ માર્સલ) અને સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા ઝંડી બતાવી પ્રસ્‍થાન કરવામાં આવેલ હતું બાઇક રેલી ત્‍યાર બાદ બાપા સિતારામ ચોક, ઉમિયા ચોક, ગુરૂપ્રસાદ ચોક, સ્‍વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, માયાણી ચોક, રાજનગર ચોક, રૂદ્રાક્ષ એપાર્ટમેન્‍ટ, નાના મૈવા મેઇન રોડ, કોટેચા ચોક, ઇન્‍દિરા સર્કલ, રવિરત્‍ન મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, જેકે ચોક, પુસ્‍કરધામ મેઇન રોડ, મોકાજી સર્કલ, છગનભાઇ પટેલ(ફિલ્‍ડમાર્શલ સર્કલ), સાનિધ્‍ય ૨૫૪, શ્રી દર્શન, અંબિકા પાર્ક મઇન રોડ, અંબા માતા મંદિર, હેવન હાઇટ્‍સ, વગડ ચોકડી, ટીલાળા ચોક, પાળ ગામ થઇને જશવંતપુર ઉમિયાધામ ખાતે પહોંચી હતી. બાઇક રેલીના રૂટમાં અનેક જગ્‍યાએ લોકો દ્વારા રેલીનું ફુલ વર્ષાથી ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ ઉમિયાધામ-જશવંતપુર ખાતે ભક્‍તો દ્વારા ભવ્‍ય આતશબાજી કરવામાં આવી હતી આ રેલીમાં હજારોની સંખ્‍યામાં ઉમા ભક્‍તો જોડાયા હોવાનું શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન -રાજકોટ (ઉમિયાધામ-જશવંતપુર )ના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ (ફિલ્‍ડ માર્શલ)જણાવ્‍યું છે. (ઓફિસઃશ્રી પટેલ સેવા સમાજ (સ્‍પીડવેલ પાર્ટી પ્‍લાટ), ફિલ્‍ડમાર્શલ સર્કલ, છગનભાઇ પટેલ(ફિલ્‍ડમાર્શલ)માર્ગ, રાજકોટ)

(3:54 PM IST)