<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

આજથી ગુંજશે ઉમિયા માતાજીની આરતીના નવા સુર

રાજકોટઃ શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન દ્વારા નિર્માણાધિન શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત તા.૧૩ના રોજ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના વરદ હસ્‍તે થવા જઇ રહ્યું છે. માતાજીના દર્શન થકી માતાજીના આર્શીવાદ મેળવી શકાય છે પરંતુ તેની આરાધના કરવા માટે રોજ સવાર-સાંજ તેમની આરતી કરવી એટલી જ  જરૂરી છે.શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન દ્વારા રાજકોટના જશવંતપુર ખાતે નિર્માણ થનાર મંદિરમાં માતાજીની આરતીની પણ નવી રચના કરવામાં આવી છે.આ આરતી નિર્માણમાં રાજકોટના ગેલેકસી ગ્રુપના રાજેશભાઇ ભાલોડીયા અને કિરણભાઇ ભાલોડીયા (એસ.એન.કે.)નું પણ મહત્‍વનું યોગદાન છે.આ આરતીનુ રેકોડીઁગ તેઓના સ્‍ટુડીયોમાં કરવામાં આવ્‍યું છે.આ આરતી નું પ્રથમ વખત જનતા સમક્ષ ઓડીયો લોન્‍ચીંગ આજ રોજ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે શ્રી રાજેશભાઇ ભાલોડીયાના હસ્‍તે કરવામાં આવેલ હતું.આરતી સાંભળીને લોકો માતાજીની આરાધનામાં મંત્રમુગ્‍ધ થયા હતા. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડ માર્શલ) ની આગેવાની હેઠળ સમગ્ર ટ્રસ્‍ટ મંડળ અને સંગઠનની ટીમ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા.તેમ શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાનની  યાદીમાં જણાવ્‍યું છે.

(4:20 PM IST)