News of Thursday, 5th December 2024
ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી દ્વારા દિલ્હીમાં યોજાઇ એલ્યુમની મીટ ૨૦૨૪
ભુતપુર્વ વિદ્યાર્થીઓએ સાથે મળી અનુભવો કર્યા શેર

રાજકોટ : દિલ્હી સિટી એલ્યુમની મીટ ૨૦૨૪, કાઈઝેન દ્વારા આયોજિત, ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટીની એલ્યુમની (ભૂતપૂર્વ) વિદ્યાર્થી સંબંધ સમિતિ, વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામમાંથી ૫૭ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નોસ્ટાલ્જિયા, નેટર્વકિંગ અને મિત્રતાથી ભરેલી સાંજ માટે એક મંચ પર લાવવામાં આવ્યા હતા. ઈવેન્ટની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત સાથે થઈ, ત્યારબાદ નિરમા ઇન્સ્ટીટયુટ ખાતે એલ્યુમિનિ રિલેશન સ્ટુડન્ટ કોર્ડીનેટર, સુશ્રી રિદ્ધિમા કોઠારીએ મુખ્ય વક્તવ્ય આપ્યું. સંસ્થાના ડિરેક્ટર ડો. દેબાસીસ મલ્લિકે સભાને સંબોધતા સંસ્થા અને યુનિવર્સીટીના વારસાને મજબૂત કરવામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. ફેકલ્ટી સભ્યોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેસમેન્ટ વ્યૂહરચનામાં પ્રગતિ સહિત સંસ્થાની તાજેતરની સિદ્ધિઓ પર અપડેટ્સ શેર કર્યા. તેઓએ સંસ્થા અને યુનિવર્સીટીના સતત વિકાસ અને સફળતામાં તેમની ભૂમિકાને ઓળખીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે એક જૂથ ફોટોગ્રાફ અને રાત્રિભોજન પર અનૌપચારિક નેટર્વકિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અનુભવોની ચર્ચા કરી હતી. ઉપસ્થિતોને સંસ્થા સાથેના તેમના કાયમી જોડાણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે વ્યક્તિગત મર્ચન્ડાઈઝ આપવામાં આવ્યા હતા. એમબીએ-એફટી, એમબીએ-એચઆરએમ, એમબીએ-એફબી એન્ડ ઇ, આઇએમબીએ અને બીબીએ પ્રોગ્રામ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા આ મેળાવડાએ નેટવર્કની મજબૂતાઈ, સહયોગ અને વળદ્ધિને પ્રોત્સાહન આપવામાં મહત્વની ઉજવણી કરી હતી.
(4:02 PM IST)










