News of Friday, 6th December 2024
વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્શોને પાસામાં ધકેલતી રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન
બંને આરોપીઓ સામે વોરંટ બજવણી કરી અમદાવાદ અને વડોદરા જેલમાં ધકેલાયા

રાજકોટ : પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા એ સુચના કરેલ કે રાજકોટ શહેર ખાતે વાહન ચોરીના બનાવ વધુ બનતા હોય જેથી અગાઉ વાહન ચોરીની ગેર કાયદેસરની પ્રવૃતીમાં પકડાયેલ શખ્શો આવી પ્રવૃત્તિઓ કરતા અચકાય તેમજ રાજકોટ શહેર વિસ્તારમાં લોકો શાંતીમય રીતે જીવન પસાર કરી શકે તેવા હેતુ થી આવી અસામાજીક પ્રવૃતી કરતા શખ્શો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ કમિશ્નર સજનસિંહ પરમાર (ઝોન-૧), તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાદવ (પૂર્વ વિભાગ), નાઓના માર્ગદર્શન હેઠળ આવા શખ્શો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના કરેલ હોય જેથી અમો દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેકટમાં શખ્શોનો ગુન્હાહીત ઇતીહાસ ચેક કરતા મજકુર શખ્શો વિરૂધ્ધ અગાઉ વાહન ચોરીઓના ગુન્હા દાખલ થયેલ હોય જેથી મજકુર શખ્શોની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશ્નર દ્વારા બન્ને શખ્શોને પાસા વોરંટ ઇસ્યુ કરતા બન્ને સામાવાળાઓ ને પાસા વોરંટ ની બજવણી કરી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.
પાસા અટકાયતીમાં (૧) રામુભાઈ કાંતીભાઇ બારૈયા જાતે અનુ.જાતી ઉ.વ.30 ધંધો-મજુરીકામ રહે- ગઢકા ગામ તા.જી.રાજકોટ (૨) જયેશભાઇ દિલીપભાઈ દુધરેજીયા જાતે- દેવીપુજક ઉ.વ. ૨૯ ધંધો- ખેતીકામ રહે- ખેરડી ગામ, કેશાભાઈ નારણભાઈ પટેલની વાડીમાં તા.જી. રાજકોટ મૂળ રહે- જામગઢ ગામ તા.જી. રાજકોટ
(1:04 AM IST)










