<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

હરીપર(પાળ) નકલંક ધામના આંગણે શનિવારે શ્રી રામદેવજી મહારાજનો પાંચમો પાટોત્‍સવ-૩૩ જયોત પાટ દર્શન

મહાયજ્ઞ-ધ્‍વજારોહણ-રકતદાન કેમ્‍પ-લોકડાયરો-મહાપ્રસાદના કાર્યક્રમોની વણઝાર

રાજકોટઃ કાલાવડ રોડ ઉપર મોટેલ  ધ વિલેજની સામે કોસ્‍મોપ્‍લેક્ષ સિનેમા આગળ આવેલ હરીપર(પાળ) ખાતેના વિખ્‍યાતએવા જય નકલંક ધામના આંગણે આગામી તા. ૭ ના શનિવારના રોજ શ્રી રામદેવજી મહારાજનો પાંચમો પાટોત્‍સવ તથા ૩૩ જયોત પાટ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યક્રમની રૂપરેખા જોઇએ તો તા. ૭ ના શનિવારે સવારે ૭ કલાકે મહાયજ્ઞ, બપોરે ૪ કલાકે ૩૩ જયોત મહાધર્મનો પાટ તથા ધ્‍વજા રોહણ સાંજે પ કલાકે મહાપ્રસાદનું જાહેર આયોજન કરેલ છે. સાંજે ૬ કલાકે મહા બ્‍લડ ડોનેશન કેમ્‍પ (થેલેસેમીયા બાળકો અને સીજરીયન બહેનો માટે રાખેલ છે. એકત્ર થયેલ બ્‍લડ સિવિલ હોસ્‍પિટલ અને લાઇફ બ્‍લડ બેંકને અપાશે.

રાત્રેઃ ૯ કલાકે આયોજીત ભવ્‍ય લોક ડાયરામાં નામાંકીત કલાકારોઃ ગોપીબેન પટેલ, દેવલબેન ભરવાડ, સાગર રાવલ, ત્‍થા અક્ષય પ્રજાપતિ જેવા કલાકારો ભજન સંતવાણીનો મહા સુર આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જય નકલંકધામ ટ્રસ્‍ટ દ્વારા અન્‍નક્ષેત્રે યાત્રાળુઓ માટે તથા દર મહીને સુદ બીજના ભકતો માટે મહા પ્રસાદ તેમજ પક્ષીઓને ૧ કિલો ચણ દરરોજ આપવામાં આવતું હોવાનું જણાવાયુ છે.

ધાર્મિક કાર્યક્રમ માં લાભ લેવા રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી મનોજભાઇ રાઠોડ, નકલંક ધામના ટ્રસ્‍ટીઓ વિપુલભાઇ ચોવટીયા, ચિરાગભાઇ મેંદપરા અને સમસ્‍ત હરીપર(પાળ) ગ્રામજનો દ્વારા નિમંત્રણ અપાયું છે.

(3:26 PM IST)