News of Friday, 6th December 2024
શહેરના પાંચ પીઆઇની આંતરિક બદલી થઇઃ ૧૧ કોન્સ્ટેબલને અપાયા પ્રમોશન
યુનિવર્સિટીના એમ.જી. વસાવાને ટ્રાફિક, રીડરના એચ.એન. પટેલને યુનિવર્સિટીમાં મુકાયાઃ ટ્રાફિકના આઇ. એન. સાવલીયાને એરપોર્ટ તથા એસ.આર. મેઘાણીને લીવ રિઝર્વમાં અને એરપોર્ટના જે. એસ. ગામિતને ટ્રાફિક બ્રાંચમાં મુકતાં પોલીસ કમિશનર

રાજકોટ તા. ૬: શહેર પોલીસ કમિશનરે વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢી શહેર પોલીસ સ્ટેશોનના પાંચ પીઆઇની આંતરિક બદલી કરી છે.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. જી. વસાવાને ટ્રાફિક બ્રાંચમાં મુક્યા છે અને તેની જગ્યાએ રીડર શાખાના એચ. એન. પટેલને મુક્યા છે. જ્યારે ટ્રાફિક શાખાના આઇ. એન. સાવલીયાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મુકી એરપોર્ટના પીઆઇ જે. એસ. ગામિતને ટ્રાફિક બ્રાંચમાં બદલાવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક બ્રાંચના એસ. આર. મેઘાણીને લીવ રિઝર્વમાં બદલાવ્યા છે.
બીજી તરફ શહેર પોલીસના ૧૧ પોલીસ કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલના પ્રમોશન અપાયા છે અને અમુકની બદલી પણ થઇ છે. જેમાં એસઓજીના વિરદેવસિંહ જાડેજાને હેડકોન્સ્ટેબલના પ્રમોશન સાથે યુનિવર્સિટીમાં મુકાયા છે. કમાન્ડ કન્ટ્રોલના સાગર માવદીયાને એ-ડિવીઝન, માલવીયાનગરના ગિરીરાજસિંહ ઝાલાને પ્રમોશન સાથે યુનિવર્સિટી, યુનિવર્સિટીના દિવ્યરાજસિંહ જાડેજાને ત્યાં જ, ટ્રાફિક શાખાના શ્રધ્ધાબેન રામાણીને એ-ડિવીઝન, પ્ર.નગરના બ્રિન્દાબેન ગોહેલને પ્ર.નગર, મહિલા પોલીસ સ્ટેશનના ખુશાલીબેન ગોહેલને એ-ડિવીઝન, ટ્રાફિકના વિજય નકુમને એ-ડિવીઝન, બી-ડિવીઝનના હરેશ સારદીયાને યુનિવર્સિટીમાં, ભક્તિનગરના રાહુલ ઠાકુરને યુનિવર્સિટીમાં અને પીસીબીના કુલદિપસિંહ જાડેજાને પ્રમોશન સાથે પીસીબીમાં જ નિમણુંકનો ઓર્ડર નીકળ્યો છે.
(12:02 PM IST)










