News of Friday, 6th December 2024
રાજકોટ માર્કેટ યાર્ડમાં વધુ એક લાખ મગફળીની ગુણીની આવકઃ ભાવ સ્થિર
મગફળી ભરેલા વાહનોની ૮ કી.મી. સુધી લાંબી કતારઃ ૮પ૦ થી વધુ વાહનોનો ખડકલો

રાજકોટ : રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા વધુ એક વાર ૧ લાખ મગફળીની ગુણીની આવક થઇ હતી. મગફળી ભરેલા વાહનોની યાર્ડ પાસેથી ૮ કી.મી. સુધી લાંબી કતાર લાગી હતી. મગફળી ભરેલા ૮પ૦ થી વધુ વાહનો યાર્ડમાં ક્રમશઃ પ્રવેશ આપી ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાર્ડના મગફળીના ભાવો સ્થિર રહયા હતા. મગફળી એક મણના ભાવ ૮પ૦ થી ૧રપ૦ રૂા. બોલાયા હતા. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, તમામ ડીરેકટરો તથા સ્ટાફ દ્વારા કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરમાં મગફળીના ઢગલા અને મગફળી ભરેલા વાહનોની કતારો દ્રશ્યમાન થાય છે.
(1:49 PM IST)










