<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

૨૯ ડિસેમ્‍બરે વહાલુડીના વિવાહ : તૈયારીનો ધમધમાટ

દિકરી તુલસીનો ક્‍યારો : ‘દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમ - ઢોલરા દ્વારા ભવ્‍યાતિભવ્‍ય આયોજન : સંજયભાઈ - માધવીબેન ધમસાણીયા મુખ્‍ય સહયોગી : સમૂહ લગ્નથી પણ સવાયા શાહી લગ્નોત્‍સવ જ્જ તમામ દીકરીઓને વોશીંગ મશીન, ફ્રીજ સહિતનો સમૃદ્ધ કરીયાવર અપાશે જ્જ સંજયભાઈ ધમસાણીયા પરિવાર મુખ્‍ય સહયોગી

રાજકોટ : સમગ્ર દેશ વિદેશમાં જાણીતું ૨૬ વર્ષથી કાર્યરત ‘દીકરાનું ઘર' વળદ્ધાશ્રમ - ઢોલરા દ્વારા ૨૦૧૮ ની સાલથી શરૂ કરવામાં આવેલ વહાલુડીના વિવાહ, જેમાં છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષ માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓના જાજરમાન લગ્ન કરાવવામાં આવે છે માત્ર સમુહ લગ્ન જ નહીં પરંતુ સમૂહલગ્નથી પણ સવાયા એક શ્રીમંત વ્‍યક્‍તિ પોતાની વહાલસોયી દીકરીને જે રીતે પરણાવે એવા શાહી લગ્ન વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ કરવામાં આવે છે જેની તડામાર તૈયારીઓ બે માસથી શરૂ થઈ ગઈ છે. વહાલુડીના વિવાહમાં તમામ ૨૩ દીકરીઓને વોશિંગ મશીન, ફ્રીજ સહિતની ૨૦૦થી વધુ વસ્‍તુઓનો સમળદ્ધ કરિયાવર આપવામાં આવનાર છે અને સમાજના સુખી દાતાઓના સહયોગથી ભવ્‍ય લગ્નોત્‍સવ યોજાનાર હોવાનું સંસ્‍થાની યાદીમાં જણાવાયુ છેફ.

વહાલુડીના વિવાહ સાતના શાનદાર આયોજન અંગે સંસ્‍થાના સ્‍થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટ આદ્રોજા, ડો. નિદત બારોટ, હસુભાઈ રાચ્‍છે જણાવ્‍યું છે કે આ વર્ષે ૨૦૨૪ ની સાલના વહાલુડીના વિવાહ ૨૯ ડિસેમ્‍બરના રોજ યોજાનાર છે જેમાં મુખ્‍ય સહયોગી તરીકે સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ જગતમાં આદર ભર્યું સ્‍થાન ધરાવતા કડવા પટેલ સમાજના અગ્રણી એઈસ સોફ્‌ટવેર કંપનીના સંચાલક સંજયભાઈ અને માધવીબેન ધમસાણીયાનો સહયોગ મળેલ છે.

દીકરાનું ઘર વળદ્ધાશ્રમની ૧૭૧ કાર્યકર્તાઓની સમર્પિત-દેવદુર્લભ ટીમ માંથી મહિલા કમિટીની બહેનો દીકરીઓને સારામાં સારો કરિયાવર અપાય,બ્‍યુટી પાર્લર, મહેંદી રસમ, લગ્નોત્‍સવ દરમિયાન લગ્નના દિવસે ધરવામાં આવનાર અન્નફૂટ, મામાટ, કન્‍યાદાન સહિતની કામગીરીમાં લાગી ગયા છે.

મહિલા કમિટીના ઉત્‍સાહી-સમર્પિત ૬૧ થી વધુ બહેનો સક્રિય રીતે વહાલુડીના વિવાહના આયોજનમાં જોડાયેલ છે જેમાં જેમાં ફાલ્‍ગુનીબેન કલ્‍યાણી, ડો. ગીતાબેન વોરા, કાશ્‍મીરા દોશી, પ્રીતિ વોરા, કલ્‍પના દોશી, પ્રીતિ તન્ના, વર્ષાબેન આદ્રોજા, નિશા મારૂ, અલકા પારેખ, ગીતાબેન એ. પટેલ, ડો. ભાવના મહેતા, રંજનબેન આદ્રોજા, કિરણબેન વડગામા, ગીતાબેન કે. પટેલ, અરુણાબેન વેકરીયા, રાધીબેન જીવાણી, રૂપા વોરા, સુરભીબેન આચાર્ય, શિલ્‍પાબેન પટેલ, ગાર્ગી ઠક્કર, ચેતના પટેલ, હિરલબેન જાની, કૌશિકા જીવરાજાની, અંજુબેન સુતરીયા, આશાબેન હરિયાણી, અરુણાબેન પારેખ, સંધ્‍યાબેન મોદી, કોશા મહેતા, કળપાલીબેન ઠક્કર, ડોલીબેન ભાલાળા, હેમાબેન મોદી, છાયાબેન વજરીયા, અમી ભાડલિયા, મોસમી કલ્‍યાણી, વર્ષાબેન પોપટ, રીટાબેન જોબનપુત્રા, આનંદીબેન પટેલ, ચેતનાબેન રાચ્‍છ, તળપ્તિબેન પરસાણા, વર્ષાબેન આસોદરીયા, અંજલી વોરા, તળપ્તિ આદ્રોજા, કલાબેન પારેખ, અલકાબેન કામદાર, નીનાબેન વજીર, બિંદીયા અમલાણી, હેતલ માવાણી, છાયાબેન મહેતા, અલકાબેન ખગ્રામ, નીતાબેન પારેખ, નીલમ ભટ્ટ, દક્ષાબેન હાપલિયા, સવિતાબેન ઢોલરીયા, ભાવનાબેન મંડલી, દીનાબેન મોદી, કલ્‍પના પારેખ, ચેતના સવજાણી, સંગીતાબેન પંડિત, અલકા ધામેલીયા, શીતલબેન સાંગાણી, વર્ષાબેન સોરઠીયા, સહિતના બહેનો પોતાની બહેન-નણંદને પરણાવતા હોય તે રીતે ઉત્‍સાહપૂર્વક કાર્યરત છે.

 સંસ્‍થાના વરિષ્‍ઠ ટ્રસ્‍ટીઓ મૌલેશભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ધીરુભાઈ રોકડ સમગ્ર આયોજનને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા હોવાનું સંસ્‍થાના નલીન તન્‍નાની યાદીમાં જણાવાયુ છે.

 

(2:35 PM IST)