News of Friday, 6th December 2024
ફેબ્રીકેશનના કારખાનેદારે સાઇડમાં કમાણી કરવા દારૂની ખેપ મારીઃ જથ્થા સાથે ઝડપાયો!
પીસીબી પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ હુણ સહિતની ટીમે અક્ષયને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી દબોચ્યોઃ ૫૮ હજારનો દારૂ, ૨ાા લાખની કાર કબ્જે હેડકોન્સ. કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્વામીની બાતમી

રાજકોટ તા. ૬: શહેરમાં દારૂની બદ્દી દુર કરવા અને હેરાફેરી અટકાવવા પીસીબીની ટીમ ફરી સક્રિય બની છે. જામનગર રોડથી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ તરફ જતાં રોડ પર રત્નમ્ બંગલોઝ પાસે હેડકોન્સ. કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્વામીની બાતમી પરથી વોચ રાખી જીજે૦૩એચકે-૨૯૭૩ નંબરની સ્વીફટ કાર આંતરી લેવાઇ હતી. જેમાંથી રૂા. ૫૮૭૪૦નો બ્લેન્ડર્સ પ્રાઇડ, સિગ્નેચર, ઓલ સિઝન અને રોયલ સ્ટેગ બ્રાન્ડનો ૬૦, ૧૦, ૨૪ અને ૨૨ બોટલ દારૂ મળતાં તે કબ્જે કરી કાર ચાલક અક્ષય ઉર્ફ મુન્નો દિલીપભાઇ પંડયા (ઉ.વ.૪૦-રહે. વર્ધમાનનગર ઓરમ કસ્તુરી એપાર્ટમેન્ટ એ-વીંગ, દસમો માળ ફલેટ નં. ૧૦૦૨)ને પકડી લીધો હતો.
અક્ષય પાસેથી કાર, દારૂ, મળી કુલ રૂા. ૩,૪૮,૨૯૮નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ શખ્સ અગાઉ પણ ગંભી ગુનામાં સંડોવાયો હતો. તે ફેબ્રીકેશનનું કારખાનુ ધરાવે છે અને સાઇડમાં કમાણી કરવા સાઇડમાં દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. રાજસ્થાની શખ્સો આ દારૂ આપી ગયાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોૈસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, નગીનભાઇ ડાંગર અને વાલજીભાઇ જાડાએ કરી હતી.
(2:57 PM IST)










