<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

હિન્‍દુ અસ્‍મિતા મંચ દ્વારા મૌન રેલી : કલેકટરને આવેદન

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થતા અત્‍યાચાર સામે વિરોધ પ્રદર્શન : શહેરના પ્રતિષ્‍ઠિત નાગરિકો-આગેવાનો બહોળી સંખ્‍યામાં સાથે જોડાયા : દિનેશભાઇ પાઠક અને શ્રી પરમાત્‍માનંદજી દ્વારા રેલીને સંબોધન : બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓને રક્ષણ આપવા માંગણી

રાજકોટ તા. ૬ : બાંગ્‍લાદેશમાં લઘુમતી એવા હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં આજે રાજકોટમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. સરદાર પટેલના પૂતળાથી કલેકટર ઓફીસ સુધી મૌન રેલી યોજી હિન્‍દુ અસ્‍મિતા મંચ દ્વારા કલેકટરશ્રી મારફત પ્રધાનમંત્રીને આવેદન પત્ર પાઠવી બાંગ્‍લાદેશમાં થઈ રહેલા અત્‍યાચારો બાબત તાત્‍કાલિક પગલા લેવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

શહેરમાં  હિન્‍દુ અસ્‍મિતા મંચ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ પર અત્‍યાચાર ને વાચા આપવા  વિવિધ પ્‍લે કાર્ડ દર્શાવી બાંગ્‍લાદેશના હિન્‍દુઓ ને મદદ કરવા ના આહવાન સાથે મૌન રેલી યોજાઈ હતી.

રેલીને સંબોધતા રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠકે બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ પર થતા અત્‍યાચારો તાત્‍કાલિક અટકાવી તેમને રક્ષણ પુરુ પાડવા માંગણી કરી હતી. તેમણે હિન્‍દુ સમાજને સંગઠિત અને સશક્‍ત બનીને દરેક આક્રમણનો પ્રતિકાર કરવા આહવાન કર્યું હતું.

આ રેલીને સંબોધતા ડો.શ્રી પરમાત્‍માનંદજીએ જણાવ્‍યુ હતુ કે, બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ પર અત્‍યાચારની ઘટના બાબતમાં જાગળતિ અને કાર્યવાહી માત્ર  એક જ રાજકીય પક્ષે નહિ પરંતુ સમગ્ર સમાજને કરવી જોઈએ. તેમજ બાંગ્‍લાદેશના આપણા હિન્‍દુભાઈઓની તમામ જવાબદારી ધાર્મિક અને સામાજિક સંસ્‍થાઓ દ્વારા ઉઠાવવામાં આવશે તેમ જણાવી માનવઅધિકાર હનન બાબતે આતંરરાષ્‍ટ્રીય સમાજને અવાજ ઉઠાવવા આહવાન કર્યુ હતુ.

પૂજ્‍ય સાધુ સંતો, રાજકીય તેમજ વિવિધ સમાજના પ્રમુખો અને આગેવાનો, રાજકોટના મેયર નયનાબેન પેઢીયા, સંઘના અગ્રણી નરેન્‍દ્ર ભાઈ દવે, કિશોરભાઈ  મુગલપરા, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. જીતેન્‍દ્રભાઈ અમલાણી,  શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,  શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ દવે, વલ્લભભાઈ દુધાત્રા, વિશ્વ હિન્‍દુ પરિષદ શાન્‍તુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, સહકારી સહકાર ભારતીના રાજકોટના અધ્‍યક્ષ ડો એ. ડી. શીલુ  તથા વિક્રમસિંહ પરમાર, વી. પી. વૈષ્‍ણવ, મુરલીભાઈ દવે, ચમનભાઈ સિંધવ, કિરણબેન માંકડીયા, પુજાબેન પટેલ, ગીરીશભાઈ ભટ્ટ,  કીરીટભાઈ પાઠક, હિન્‍દુ અસ્‍મિતા મંચના રાજકોટના  શાંતુભાઇ રૂપારેલીયા, મંગેશભાઈ દેસાઈ,  જીવણભાઈ પટેલ, જીમીભાઈ દક્ષિણી,  રમેશભાઈ શિંગાળા, તેજસભાઈ હાથી, ડેનીશભાઈ આદેશરા, પ્રકાશભાઈ બુચ જેવા અનેક નામી મહાનુભાવો, વકીલો, સાધુ સંતો, માતા, ભગિનીઓ તેમજ સહકારી અગ્રણીઓ બાંગ્‍લાદેશના હિન્‍દુઓના સમર્થનમાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ હિન્‍દુ અસ્‍મિતા મંચના મંગેશભાઈ દેસાઈ (મો.૮૭૮૦૭૭૫૩૫૩)ની યાદીમાં જણાવાયુ છે.

(2:58 PM IST)