News of Friday, 6th December 2024
E-KYCમાં ફરિયાદોનો ધોધ થતા કલેકટર દ્વારા તમામ જનસેવા કેન્દ્રો-સેન્ટરોમાં ચેકીંગ કરાયું

રાજકોટ તા. ૬: પુરવઠાની ઝોનલ કચેરીઓ તથા જનસેવા-એટીવીટી સેન્ટરોમાં એજન્ટો સિવાય કામ થતા નહીં હોવાની વ્યાપક ફરિયાદો, ઇ-કેવાયયસી મામલે સતત ધમાલ બાદ એકશનમાં આવેલા કલેકટરે ગઇકાલે શહેરની ત્રણેય મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રો અને એટીવીટી સેન્ટરોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી તમામ બાબતો જાણી હતી, કલેકટર પુરવઠા તથા અન્ય સ્ટાફને સાથે રાખી ત્રાટકતા તમામ સેન્ટરોમાં દોડધામ થઇ હતી, ઇન્કમટેક્ષના દાખલા, ડોમીસાઇલ સર્ટિફિકેટ, વિધવા-વૃધ્ધ સહાય, રાશનકાર્ડમાં ઇ-કેવાયસી કામગીરી, ટોકન અને કયુ પધ્ધતિ, વિગેરે તમામ બાબતોની કામગીરી જાણી હતી, જો કે વાંધાજનક કોઇ બાબત જણાઇ ન હતી, ૧ થી ર સેન્ટરમાં સુધારાઓ અંગે આદેશ કર્યા હતા.
(2:58 PM IST)










