<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

નવાગામના બૂટલેગર સંદિપ કરપડાને પાસામાં ધકેલાયો

પીસીબીએ વોરન્‍ટ બજવણી કરતાં વડોદરા જેલહવાલે

રાજકોટ તા. ૬: દારૂના ગુનામાં સામેલ વધુ એક શખ્‍સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસામાં ધકેલ્‍યો છે. નવાગામ આણંદપરમાં પટેલ વિહાર પાછળ ગણેશનગર સોસાયટી વછચરાજ હોટેલ પાસે રહેતાં મુળ સાયલાના ધજાળાના સંદિપ અનકભાઇ કરપડા (ઉ.વ.૨૪)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત મંજુર થતાં તેને વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.

સંદિપ કરપડા વિરૂધ્‍ધ અગાઉ થોરાળા, કુવાડવા રોડ અને માલવીયાનગર પોલીસમાં દારૂના ગુના દાખલ થયા હતાં. વોરન્‍ટ બજવણી પીએસઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોૈસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કળોતરા, નગીનભાઇ ડાંગર અને વાલજીભાઇ જાડાએ કરી હતી.

(2:58 PM IST)