News of Friday, 6th December 2024
બાર એસો.ની ચુંટણી પરેશ મારૂની સમરસ પેનલના ૧૬ સભ્યોએ ઉમેદવારી નોંધાવી
પ્રમુખપદે પરેશ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી પદે કેતન દવે, ટ્રેઝરરની જગ્યામાં પંકજ દોંગા અને કારોબારીની જગ્યા ઉપર નવ ઉમેદવારોની દાવેદારીઃ કુલ ત્રણ પેનલો વચ્ચે જ ૪૮ ફોર્મ ભરાયાઃ બારની ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ નકકીઃ ર૦મીએ મતદાન અને મોડી સાંજે પરિણામ

રાજકોટઃ આજે બપોરે ૧ર-૩૯ કલાકે પરેશભાઇ મારૂની સમરસ પેનલના હોદેદારો અને સભ્યો મળી કુલ ૧૬ ઉમેદવારોએ આજે ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજુ કર્યા હતાં તે સમયની તસ્વીરમાં પેનલના હોદેદારો-કારોબારીના ઉમેદવારો અને તેમના ટેકેદારો તસ્વીરોમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૬: રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ ૨૦ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે જાણીતા ધારાશાષાી પરેશ મારુની સમરસ પેનલ દ્વારા આજે બપોરે ૧ર-૩૯ કલાકે વિજય મૂહુર્તમાં ફોર્મ્સ રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે સિનિયર વકીલ દિલીપ જોષીની પ્રમુખપદવાળી કાર્યદક્ષ પેનલ અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તા. ૯મીએ ઉમેદવારી પાછી ખેંચવાના અંતીમ દિવસ બાદ તા. ૧૦ના રોજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા વકીલોની ઓફિસો ખાતે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવશે.
શહેરમાં જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર ખાતે નવી કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમવાર બાર એસોસિએશન ચૂંટણી ૨૦૨૫ યોજાનાર છે, ત્યારે ગઈકાલે કાર્યદક્ષ અને એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયા બાદ આજે સમરસ પેનલના પ્રમુખના દાવેદાર પરેશ મારું સહિત હોદ્દેદારો અને કારોબારીમાં ઉમેદવારી રજૂ કરી છે તેમાં બાર એસોસિયેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. સમરસ પેનલમાંથી આજે પ્રમુખપદે પરેશભાઈ મારુ, ઉપપ્રમુખપદે સુમિત વોરા, સેક્રેટરીપદ માટે કેતન દવે, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા, ટેઝરરમાં પંકજ દોંગા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ વગેરેએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે મહિલા અનામત કારોબારી સભ્યમાં પ્રગતિબેન માકડીયા, અન્ય નવ કારોબારી સભ્યોમાં પરેશ પાદરીયા, કિશન વાલવા, અશ્વિન રામાણી, રવિ વાઘેલા, સંજય ડાંગર, તુષાર દવે અને અતુલ જોષીનો સમાવેશ થાય છે. ચૂંટણીના આજે ફોર્મ ભરવાની મુદત સાંજે પૂરી થઈ રહી છે, ત્યારે આ વર્ષે બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ અને પરેશ મારુંની સમરસ પેનલ મળી કુલ ૪૮ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઉમેદવારોએ પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. કુલ ૫૫ થી ૬૦ જેટલા ફોર્મ ભરાયાનું જાણવા મળેલ છે. આજે સાંજે પાંચ વાગ્યે ફોર્મ ભરવાનો સમય પૂરો થતો હોય ત્યારબાદ તા. ૧૦ની સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. ફોર્મ પરત ખેચાયા બાદ તારીખ ૧૧ની સાંજે ૫-૦૦ કલાકે આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે ફોર્મ પરત ખેંચાવાની શકયતા નહિવત છે. કારણ કુલ ત્રણ પેનલ વચ્ચે જ હરીફાઈ જંગ જામ્યો છે, ત્યારે પેનલોની વચ્ચેની હરીફાઈ નક્કી મનાય છે તારીખ ૨૦ મી મતદાન થયા બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.
બકુલ રાજાણીની એકટીવ પેનલમાં મહિલા અનામતમાં હર્ષાબેન પંડયાની દાવેદારી
રાજકોટ તા. ૬: રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત વકીલોની બે પેનલો આમને સામને ચૂંટણી જંગમાં જંપલાવી રહી છે. ત્યારે આ વર્ષની ચૂંટણીમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા પોતાની એક પણ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી નથી ત્યારે વકીલોની ત્રણ પેનલ સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં આવી છે. જેમાં વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલમાં ઉપપ્રમુખ પદે એડવોકેટ નિરવ પંડયાએ ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. નિરવ પંડ્યાએ ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવ્યા બાદ એક્ટિવ પેનલમાં મહિલા અનામત પદે ઉપઙ્ઘમુખ પદના ઉમેદવાર નીરવ પંડ્યાના પત્ની હર્ષાબેન પંડયાએ ઉમેદવારી નોંધાવતા સિનિયર જુનિયર વકીલોએ પંડ્યા દંપતીને શુભેચ્છા પાઠવી છે.
(2:59 PM IST)










