<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

બાંગ્‍લાદેશના અત્‍યાચાર સામે આવેદન

 

રાજકોટઃ નમ્રતા ગ્રીન ફાઉન્‍ડેશન દ્વારા બાંગ્‍લાદેશમાં અલ્‍પસંખ્‍યક હિંદૂઓ પર થતાં અત્‍યાચારને અટકાવવા મેયરને આવેદનપત્ર અપાયું હતુ. હિન્‍દુઓ દરેક જગ્‍યાએ વસવાટ કરે છે અને ભાઇચારાની ભાવના રાખે છે અને બાંગ્‍લાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિન્‍દુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે. લોકોને હિન્‍દુ વિરોધ ભડકાવી રહી છે. આવા અત્‍યાચાર અટકાવવાની માંગ સાથે નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશનએ રાજકોટના મેયર તથા મેયર ગુજરાત સરકાર મંત્રીશ્રી રાઘવજી પટેલ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને આવેદનપત્ર સંસ્‍થાના પ્રમુખ કમલેશભાઇ પાટડીયાએ પાઠવ્‍યું હતું.

(3:10 PM IST)