<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

સત્‍યપુનધામ ખાતે બાળમુમુક્ષુ તીર્થકુમાર દીક્ષા અંગીકાર કરશે

શ્રી ગાંધીગ્રામ શ્‍વે.મૂર્તિપુજક જૈન સંઘ - રાજકોટના આંગણે પ્રવજયાનો રૂડો અવસર શેઠ પરિવારના ચિ.તીર્થકુમાર પ.પુ.આ.દેવશ્રી હેમપ્રભ સુરીશ્‍વરજી મ.સા.ના શિષ્‍ય બની સંસાર ત્‍યાગશેઃ તા.૮ થી ૧૧ સંયમ મહોત્‍સવ : શ્રી સંઘના આંગણે ૧૧ ડીસેમ્‍બર બુધવારના રોજ સવારે ૪-૩પ કલાકે પ્રવજયા મહોત્‍સવ શરૂ થશે : પ્રવજયા મહોત્‍સવ અંતર્ગત તા.૮ના રોજ કેસર છાંટણા પુ.ગુરૂભગવંતોની પધરામણી, પ્રવચન, ભકિત ભાવના અને સમુહ આરતી યોજાશેઃ તા.૯ના ૧૦૮ પાર્શ્‍વનાથ પુજન, પ્રવચન, છાબવિધી, સંયમ રંગરાસઃ તા.૧૦ને મંગળવારે શહેરના રાજમાર્ગો ઉપર વર્ષીદાનનો વરઘોડો, શક્રસ્‍તવ અભિષેક, અંતિમ વાયણુ, વિદાય ઉત્‍સવનું આયોજન

સત્‍યપુનધામ ગાંધીગ્રામ શ્વે. મૂ. જૈન સંઘ ખાતે યોજાનાર ચિ. તીર્થકુમારના દિક્ષા મહોત્‍સવ પ્રસંગે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવી ‘અકિલા' કાર્યાલય ખાતે બાળમુમુક્ષુના પિતા કમલેશભાઇ શેઠ, માતુશ્રી સોનલબેન, ભાઇ દર્શન શેઠ, સંઘના ટ્રસ્‍ટી કામીનભાઇ દોશી, શૈલેષભાઇ એચ. મહેતા, ભાવીકભાઇ મહેતા, શૈલેષભાઇ મહેતા તથા સંઘ સ્‍નેહી કેમ્‍પેન એડવાળા ધર્મેશભાઇ શાહે સમગ્ર આયોજન અંગે વિગતો વર્ણવી હતી.

રાજકોટ, તા. ૬:  ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટ ખાતે છેલ્લા ૨૫ થી વધુ વર્ષોથી ધાર્મિક આરાધનાઓ ખુબ જ ભક્‍તિ ભાવથી થઇ રહી છે ત્‍યારે છેલ્લા ૮ વર્ષ પહેલા  સંઘના ઉપકારી પરમ પૂજ્‍ય ગુરુદેવ પન્‍યાસ પ્રવર  વજ્રસેનવિજયજી ગણીવર્યની

 

કળપા તેમજ પરમ પૂજ્‍ય આચાર્ય ભગવંત  મનમોહન સુરીશ્વરજી મહારાજાના, પરમ પૂજ્‍ય આચાર્ય ભગવંત  હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા આદી શ્રમણ શ્રમણી ગુરુ ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ  સત્‍યપુન પરિવાર (શ્રીમતિ પુનમબેન સતીષકુમાર માલદે) ના ઉત્‍કળષ્ટ ભાવો અને દ્રવ્‍યો થી  સંઘમાં શિખરબંધ જીનાલયનું નિર્માણ થયું તેમજ ‘સત્‍યપુન ધામ' ભવ્‍ય ઉપાશ્રયનું નિર્માણ થયેલ

આ જીનાલય અને ઉપાશ્રયના નિર્માણ થી  સંઘમાં ધાર્મિક અનુષ્‍ઠાનો, તપસ્‍યા, અભિષેક, પૂજન,  સંઘમાં સાધર્મિક ભક્‍તિ, વર્ષગાઠ ઉજવણી, દર વર્ષે ચોમાસા દરમિયાન સાધ્‍વીજી ભગવતોની નીશ્રામાં ભવ્‍ય ચોમાસિક આરાધના ખુબજ બહોળા પ્રમાણ માં ઉત્‍કળષ્ટ ભાવોથી  સંઘ ના શ્રાવક-શ્રાવિકાઓ અને બાળકો આરાધના કરી રહ્યા છે તેમજ છેલ્લા આઠ વર્ષ થી બાળકો માટે ગુરુદેવોના આશીર્વાદ અને માર્ગદર્શન થી વજ્રહેમ પાઠશાળા સુંદર રીતે ચાલી રહી છે તેમાં  દિવ્‍યાબેન ધંધુકિયા,  મીનાબેન હળવદીયા અને  વર્ષાબેન દોશી નિસ્‍વાર્થ ભાવે સેવા આપે છે.

સંઘમાંથી આરાધના- અનુષ્ઠાનોના ફળ સ્‍વરૂપે  ગાંધીગ્રામ માથી  મળદુલાબેન નરેન્‍દ્રભાઈ શેઠ પરિવારના સુ-શ્રાવિકા સોનલબેન અને સુ-શ્રાવક કમલેશભાઈ ના પુત્ર અને ચી. દર્શન નો નાનો ભાઈ તથા શેઠ પરિવારનો લાડલો બાળ મુમુક્ષુ તીર્થ કુમાર ને સંયમ સ્‍વીકાર ના ભાવ થતા પરમ પૂજ્‍ય આચાર્ય ભગવંત  હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજના શિષ્‍ય થવા માટે દીક્ષા મૂહૂર્ત પ્રદાન  શંખેશ્વર તીર્થમાં પરમ પૂજ્‍ય વિદ્વદ્યર્ય મુનિરાજ  ધુરંધર વિજયજી મહારાજા, પરમ પૂજ્‍ય આચાર્યદેવ  મનમોહન સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્‍ય આચાર્ય દેવ  હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્‍ય આચાર્ય દેવ  તત્‍વપ્રભ સૂરીશ્વરજી આદી સાધુ સાધ્‍વીજી ભગવતના શુભ હસ્‍તે પ્રદાન થયું ત્‍યારે સમગ્ર મળદુલાબેન નરેન્‍દ્રભાઈ શેઠ પરિવાર,  સકલ સંઘના શ્રાવક શ્રાવિકા અને બાળકોએ હાજરી આપી ખુબ જ હર્ષોલ્લાસ થી વધાવેલ હતો

જૈન શાશનને જયવંતુ કરતો અત્‍યંત મહત્‍વનો તેમજ તમામ ભૌતીક સુખનો ત્‍યાગ કરીને સંયમ સુખ મેળવવા રજોહરણ પ્રાપ્ત કરવાનો આ સુનહરો અવસર  સત્‍યપુનધામ  ગાંધીગ્રામ જૈન સંઘ રાજકોટ ખાતે આવી રહ્યો છે આ ૅસંયમ સ્‍વીકાર ની સાધના ઉત્‍સવૅ માં ભક્‍તિના રંગે રંગાવા માટે રાજકોટ ખાતે તા. ૮ થી ૧૧ ડીસેમ્‍બર ના રોજ ભવ્‍યાતિભવ્‍ય ધાર્મિક કાર્યક્રમોની વણજાર આયોજવામાં આવી છે

જેમાં તા. ૮  ને રવિવારના રોજ બપોરે ૨ કલાકે મુમુક્ષુના સંયમવેશને કેસર ના છાટણા ત્‍યાર બાદ બપોરે ૩ કલાકે પૂજ્‍ય ગુરુભગવંતોનો  ગાંધીગ્રામ શ્વેતામ્‍બર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષા પ્રશંગ નિમિતે શુભ આગમન થશે ત્‍યારબાદ પૂજ્‍ય ગુરુ ભગવંતો નું પ્રવચન, ત્‍યારબાદ ગાંધીગ્રામ  શામળા પાર્શ્વનાથ ભગવાન જીનાલય સત્‍યપુન ધામ ખાતે ભક્‍તિ ભાવના અને સમૂહ આરતી નું આયોજન કરેલ છે

તા. ૯  ને સોમવારના રોજ સવારે સંયમ ના ભાવ જાગે તેવી સુરાવલી સાથે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, બપોરે પૂજ્‍યઓ નું પ્રવચન તેમજ છાબ ભરવાની વિધિ અને રાત્રીના ૮ કલાકે મુમુક્ષુ તીર્થ ભાઈ ના સંયમ રંગરાસનું આયોજન કરેલ છે જેમાં  દિનેશભાઈ શાહ ની સંગીત સુરાવલી અને પૂજનમાં વિધિકાર  જીતુભાઈ વિછીયાવાળા નો સહયોગ સાપડેલ છે

તા. ૧૦ ને મંગળવારના રોજ સવારે ૯ કલાક થી મુમુક્ષુ તીર્થ કુમાર નો રાજકોટ ના રાજમાર્ગ પર શાશન પ્રભાવના વધારતો વર્ષીદાન નો વરઘોડો જેમાં ધર્મ ધ્‍વજ, અલગ અલગ રાસ મંડળી, ભગવાન નો રથ, પૂજ્‍ય સાધુ ભગવતો, મુમુક્ષુ તીર્થ કુમાર અને પરિવાર ના શણગારેલા રથ, અનુકંપા રથ તેમજ બેઠું વર્ષીદાન રાખેલ છે, બપોરે ૨.૩૦ કલાકે  શામળા પાર્શ્વનાથ ભગવાનને  શક્રસ્‍તવ અભિષેક નું અનુષ્ઠાન રાખેલ છે ત્‍યાર બાદ સાંજે ૪ કલાકે મુમુક્ષુ તીર્થ કુમાર ને ઘર આંગણે અંતિમ વાયણું રાખેલ છે. રાત્રે ૮ કલાકે સંસારના ત્‍યાગની અનુમોદના કરતો ભવ્‍ય વિદાય ઉત્‍સવ માં ભાવભીના બનાવવા મુંબઈ ના  સંજયભાઈ ભાઉ અને પાટણવાળા  અંકુરભાઇ શાહ ના સથવારે આત્‍મ સ્‍પર્શ નો હર્ષોત્‍સવ આયોજવામાં આવેલ છે

મહોત્‍સવના બહુમુલ્‍ય દિવસ મૌન અગિયારશ બુધવાર તા. ૧૧ ના આત્‍મસ્‍પર્શ ના  શ્રેષ્ઠ દિવશે  ભદ્રંકર ક્રિયા મંડપ માં રાજકોટ માં પધારેલ તમામ પૂજ્‍ય ગુરુ ભગવંતોની નીશ્રા તેમજ રાજકોટના તમામ સંઘ શ્રેષ્ઠીઓની હાજરીમાં બાળ મુમુક્ષુ તીર્થ કુમારનો વહેલી સવારે ૪ કલાકે પ્રવેશ થશે ત્‍યારબાદ ૪:૩૫ થી પ્રવજ્‍યા ક્રિયા નો પ્રારંભ થશે શુભ મુહતે રજોહરણ પ્રાપ્ત થશે, શુભ મુહતે કેશ લોચન પ્રક્રિયા કરવામાં આવશે ત્‍યારબાદ  મુદુલાબેન નરેન્‍દ્રભાઈ શેઠ પરિવારનો પુત્ર રત્‍ન દાતા સુપુત્ર સુ-શ્રાવક  કમલેશભાઈ અને રત્‍નકુક્ષી માતા સુ-શ્રાવિકા  સોનલબેનનો પુત્ર અને મોટાભાઈ દર્શન નો ભાઈ બાળ મુમુક્ષુ તીર્થ નું નવું નામ પૂજ્‍ય ગુરુજી દ્વારા જણાવવામાં આવશે

આ સમગ્ર દીક્ષા મહોત્‍સવના રત્‍ન સ્‍થંભ  સતીષભાઈ તથા પૂનમબેન માલદે(સત્‍યપુન પરિવાર),  દર્શનભાઈ તથા રીટાબેન નંદાણી (મોન્‍જીનીશ પરિવાર),  ડી. કે. સખીયા પરિવાર,  જીતુભાઈ તથા દિપ્તીબેન કોઠારી પરિવાર,  નૈમીષભાઈ તથા ખુશ્‍બુબેન મહેતા(બિલ્‍ડર  ટાઈટેનીયમ વન.),  પરેશભાઈ ઠાકર, રાજકોટ વિહાર ગ્રુપ વિગેરેનો સહયોગ સાંપડેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મૌન અગિયારના દિવસે જેટલું પુણ્‍ય કાર્ય કરીએ તે આત્‍માને ૧૫૦ ગણું પુણ્‍ય કમાવી આપતા આ દિક્ષા દિવસ નું શુભ મૂહર્ત આવા શુભ દિવસે ગુરુભગવંતો દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે આ દિક્ષા મહોત્‍સવ પૂર્ણ થયે નુતન દિક્ષિત પોતાની સંયમ યાત્રા અને પૂજ્‍ય ગુરુભગવંતો નો વિહાર સાંજે તે જ દિવસે ૪:૩૦ કલાકે  શહેર માંથી શરુ થશે. આ પ્રસંગે રાજકોટ ના દરેક  સંઘના શ્રાવક-શ્રાવિકાઓએ ખાસ બાળકોને પધારવા  સંઘ ના ટ્રસ્‍ટીઓ તેમજ દિક્ષાર્થી પરિવાર તરફથી આમંત્રણ પાઠવાયું  છે.

(3:17 PM IST)