<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જિલ્લા પંચાયતની નવી આધુનિક કચેરીનું ૧૩મી એ મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુર્હત

રાજકોટ, તા. ૦૬:  જિલ્લા પંચાયતના નવા બંધનારા બિલ્‍ડિંગનું ખાતમુર્હત તારીખ ૧૩ ડિસેમ્‍બરે સવારે મુખ્‍યમંત્રીના હસ્‍તે ઓનલાઇન કરવાનું નક્કી થયાનું જાણવા મળે છે.

મુખ્‍યમંત્રી આધુનિક ટેકનોલોજીની મદદથી ખાતમુર્હતની તકતીનુ અનાવરણ કરશે તે કાર્યક્રમ રાજકોટ નજીકના જસમતપુર ગામથી યોજાશે ખાતું સમારંભ જિલ્લા પંચાયત ખાતે રાખવામાં આવશે જિલ્લા પંચાયત દ્વારા હાલની કચેરી તોડી ૩૫ કરોડના ખર્ચે નવું પાંચ માળનું બિલ્‍ડીંગ બનાવવાનું આયોજન છે તે બિલ્‍ડીંગનું ખાત મુર્હત મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તારીખ ૧૩ મી એ ઉમિયાધામના ભૂમિ પૂજન પ્રસંગે રાજકોટ આવી રહ્યા છે તે કાર્યક્રમની સાથે જ પંચાયતની નવી કચેરીના ખાતમુરતનો આયોજન છે સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થઈ જશે હાલ જૂનું બિલ્‍ડીંગ તોડવાનું કામ ચાલી રહ્યું છે ખાતમુર્હત બાદ નવી બિલ્‍ડિંગનું નિર્માણ કાર્ય શરૂ થશે.

(3:28 PM IST)