News of Friday, 6th December 2024
કાલથી રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦ દિ' ટી.બી.નાબુદી અભિયાનનો પ્રારંભ
મ્યુનિ. કોર્પોરેશન અને જીલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે વાજપેયી ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમઃ મંત્રી રાઘવજીભાઇના હસ્તે ઉદઘાટન

રાજકોટ, તા. ૬ : ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અધિસુચના અન્વયે મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ટી.બી. નાબૂદી અભિયાન અન્વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ શુભારંભ કાર્યક્રમ તા.૦૭/૧૨/૨૦૨૪, શનિવારના બપોરે ૧ર કલાકે પેડક રોડ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવિણભાઈ કયાડા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર જણાવે છે કે, ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઙ્કટી.બી. નાબૂદી અભિયાન અન્વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ ચલાવવાની અધિસુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે તા.૦૭, શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ટી.બી. નાબૂદી અભિયાન અન્વયે ૧૦૦ દિવસ સઘન ઝુંબેશ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.
ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી દેશમાંથી ટી.બી. રોગને નાબૂદ કરવા માટે પ્રતિબધ્ધ છે. જેના ભાગ રૂપે ભારત દેશમાં કુલ ૩૪૭ જીલ્લાઓમાં ઙ્ક૧૦૦ દિવસની સઘન ટીબી નુર્મૂલન ઝુંબેશઙ્ઘ શરૂ કરવામાં આવે છે. ગુજરાત રાજયના કુલ ૧૬ જીલ્લાઓ અને ૪ કોર્પોરેશનનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લો અને રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ કરેલ છે. ઝુંબેશ દરમિયાન ટી.બી. સંવેદનશીલ વિસ્તારમાં આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ, ટી.બી. રોગ વિષે માહીતગાર કરશે
આ સાથે નિદાન થયેલ ટી.બી.ના દર્દીઓના કુટુંબના તમામ સભ્યોનું ટી.બી. રોગ અંતર્ગત સ્ક્રીનીંગ કરી, ટી.બી. રોગ નેગેટીવ તમામ દર્દીઓને ટી.બી. રોગ પ્રિ-વેન્ટીવ સારવાર આપવામાં આવનાર છે.
આ શુભારંભ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત-રાજકોટના પ્રમુખ માન. શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ધોરાજીના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, પડધરી-ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડૉ.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડીયા, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન લીલાબેન ઠુંમર, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
(3:33 PM IST)










