News of Friday, 6th December 2024
હિન્દુઓમાં જનજાગૃતિ લાવવી જરૂરી : ગો.વલ્લભરાયજી મહારાજ
ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ અકિલાના આંગણે :બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ચિંતાજનક :12 જાન્યુઆરીથી મહાકુંભ મહામેળામાં વૈષ્ણવ અખાડા માર્ગ પર વલ્લભાચાર્યનગરમાં શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા


ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત ) અકિલાના આંગણે પધાર્યા હતા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંદુઓમાં જાગૃતિ સાથોસાથ મહાકુંભમાં વલ્લભાચાર્યનગરમાં વ્યવસ્થા સંદર્ભે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે વાતચીત કરી હતી તે સમયની તસ્વીર નજરે પડે છે
રાજકોટ : બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ લાલબત્તી સમાન છે, આવી સ્થિતિ અન્ય ક્યાંય નિર્માંણ ના થાય એ માટે હિંદુઓમાં જનજાગૃતિ જરૂરી છે તેમ ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત )એ જણાવ્યું હતું,,
આજે અકિલાના આંગણે પધારેલા ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત )એ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંદુઓમાં જાગૃતિ સાથોસાથ મહાકુંભમાં વલ્લભાચાર્યનગરમાં વ્યવસ્થા સંદર્ભે વાતચીત કરતા બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે હિંદુઓ માટે આવી વિષમ સ્થિતિ અન્ય ક્યાંય પણ ઉભી ના થાય એ માટે હિંદુઓમાં સંગઠનાત્મક ભાવ સાથે જાગૃતિ જરૂરી છે
ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત )એ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં થતી સતત ધાર્મિક કાર્યોની પ્રશંશા કરી હતી,, અને રાજકોટમાં 1982માં કરેલ યજ્ઞનો ઉલ્લેખ કરી સંસ્મરણો વાગોળ્યા હતા,
ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત )એ જતીપુરામાં કાર્યરત યદુનાથજી ગૃહમ અને આગામી વર્ષોમા યદુનાથજી ગૃહમમાં નવનિર્માણ પામનાર વધારાના રૂમ ,મંડાણ સહિતની સુવિધાઓની માહિતી આપતા કહ્યું કે આ યદુનાથજી ગૃહમ એક ઐતિહસિક કાર્ય છે 500 વર્ષ પહેલા આ નિર્માણ કરવાનો ઉલ્લેખ થયો છે,
અકિલાના આંગણે પધારેલા ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત )એ પ્રયાગરાજમાં આગામી મહાકુંભ માટે વિશેષ મોદીજી અને યોગીજી દ્વારા થતી સુચારુ વ્યવસ્થાની પ્રશંશા કરતા કહ્યું કે હિંદુઓમાં જાગૃતિ સાથે ધર્મના સંવર્ધન થવું જરૂરી છે,મહાકુંભનો મહામેળો એક અજાયબી છે જ્યાં લાખો કરોડો લોકો સ્વયભૂ આવતા હોય છે, વિદેશમાં વ્યાપારી મેળા ભરાતા હોય છે જયારે અહીં કરોડો ભાવિકોનું આગમન એ જ ધર્મની વિશેષતા છે
અકિલાના આંગણે પધારેલા મહાકુંભ મેળામાં ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી વલ્લભરાયજી મહારાજ( સુરત ) દ્વારા આગામી 12 જાન્યુઆરીથી વલ્લભાચાર્ય નગર કાર્યરત રહેશે જેમાં રહેઠાણ -મંડાણ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે,
વૈષ્ણવ અખાડા માર્ગ પર વલ્લભાચાર્યનગરમાં આવાસ બુકીંગ માટે દિનેશભાઇ સાવલિયા (મોં,98253 64881 ) ડો.ઓમપ્રકાશ યાદવ (મોં, 77488 43 556 )ગીરીશભાઈ પરીખ (મોં,94251 89328 )ડો, વિનોદ દીક્ષિત ( મોં, 94112 56423 ) નો સંપર્ક શાધી શકાય છે
(4:14 PM IST)










